Ahmedabad News: હાલમાં જ રાજકોટમાં પાઈલોટે ડ્યૂટી પૂરી થઈ જતા દિલ્હીની ફ્લાઈટ ઉડાવવાની ના પાડી દીધી હતી. જેના કારણે એરપોર્ટ પર સાંસદ, ધારાસભ્ય સહિત અન્ય પેસેન્જરો રઝળી પડ્યા હતા. હવે અમદાવાદમાં પણ આ પ્રકારનો મામલો સામે આવ્યો છે, જેમાં અમદાવાદથી દિલ્હી જતી એર ઈન્ડિયાની ફ્લાઈટ પાઈલોટે ફ્લાઈંગ અવર્સ પૂરા થઈ જતા ઉડાવવાની ના પાડી દીધી. જેના કારણે આખી ફ્લાઈટને જ કેન્સલ કરવામાં આવી હતી.
ADVERTISEMENT
અમદાવાદ-દિલ્હીની ફ્લાઈટના પેસેન્જરોને કડવો અનુભવ
વિગતો મુજબ, એર ઈન્ડિયાની ફ્લાઈટ મંગળવારે રાત્રે 9.50 એ ટેકઓફ થવાની હતી. 170 પેસેન્જરો 7 વાગ્યે એરપોર્ટ પહોંચી ગયા અને ચેકિંગ બાદ ટર્મિનલમાં જઈને બેઠા. 30 મિનિટ પછી કેપ્ટન આવ્યા અને કહ્યું કે, સોરી મારી ડ્યૂટી પૂરી થઈ ગઈ છે. હું અત્યારે હું પ્લેન નહીં ઉડાવી શકું. જે બાદ રોષે ભરાયેલા પેસેન્જરોએ હોબાળો મચાવ્યો હતો.
દિલ્હી જવાના બદલે ઘરે પાછા ફર્યા પેસેન્જરો
અચાનક આ રીતે ફ્લાઈટ કેન્સલ થઈ જતા અમેરિકા, કેનેડા સહિત ઈન્ટરનેશનલ કનેક્ટિંગવાળી ફ્લાઈટના પેસેન્જરો રઝળી પડ્યા હતા. પેસેન્જરોએ એરલાઈન્સને અન્ય વ્યવસ્થા કરવા કહ્યું હતું. જોકે એરલાઈન્સ પાસે અન્ય વિકલ્પ ન હોવાથી ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ કનેક્ટિંગવાળા કેટલાક પેસેન્જરોને સ્ટે અપાયો હતો. જ્યારે બાકીના પેસેન્જરોને ઘરે જવું પડ્યું હતું.
ADVERTISEMENT