SIP Investing Tips : આજના સમયમાં ઘણા લોકો અલગ-અલગ સ્કીમમાં રોકાણ કરી રહ્યા છે કેટલાક લોકો રોકાણમાં રિસ્ક લે છે અને કેટલાક રિસ્ક લેતા નથી. જો તમે રોકાણમાં નાનું રિસ્ક લો છો તો Systematic Investment Plan (SIP)માં રોકાણ કરી શકો છો. તેમાં રોકાણ કરનારાઓની સંખ્યા સતત વધી રહી છે. તેનું કારણ છે તેના પર મળતું આકર્ષક વ્યાજ. ઘણી કંપનીઓએ SIP પર 20 ટકાથી વધુ રિટર્ન આપ્યું છે. આમાં રોકાણ કરીને તમે ઓછા સમયમાં કરોડપતિ બની શકો છો.
ADVERTISEMENT
શું છે SIP?
આ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવાની એક રીત છે. SIP દ્વારા રોકાણ કરવા પર ફંડ મેનેજર તમારા પૈસાને એવી રીતે રોકાણ કરે છે તેના પર તમને વધુ વ્યાજ મળે. આ રકમને અલગ-અલગ સેક્ટરમાં રોકાણ કરવામાં આવે છે, જેમાં શેર બજાર પણ સામેલ છે. આ જ કારણ છે કે તેમાં રોકાણ પર માર્કેટના ઉતાર-ચઢાવની અસર પડે છે. જોકે, શેર બજારમાં વધારે રકમ રોકવામાં આવતી નથી, તેથી અસર બહુ વધારે નથી થતી. એક્સપર્ટ કહે છે કે જો તમે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરી રહ્યા હોવ તો લાંબા ગાળા માટે (ઓછામાં ઓછા 10 વર્ષ) રોકાણ કરો.
500 રૂપિયાથી કરોડપતિ
તમે SIP દ્વારા દર મહિને 500 રૂપિયાનું રોકાણ કરીને કરોડપતિ બની શકો છો. જોકે, આ માટે તમારે 30 વર્ષ માટે રોકાણ કરવું પડશે. તેથી એક્સપર્ટનું કહેવું છે કે જેટલું જલ્દી બની શકે એટલું જલ્દી રોકાણ કરવાનું શરૂ કરી દેવું જોઈએ. જો તમે 500 રૂપિયા 30 વર્ષ સુધી રોકાણ કરો છો અને તમને વાર્ષિક રિટર્ન 20 ટકા મળે છે, તો તમે 30 વર્ષમાં લગભગ 1.17 કરોડ રૂપિયાનું ફંડ એકઠું કરી લેશો. તમને જણાવી દઈએ કે તેમાં ચક્રવૃદ્ધિ વ્યાજ ઉમેરવામાં આવે છે જેના કારણે લાંબા સમય બાદ મૂળ રકમ કરતા વધારે વ્યાજની રકમ થઈ જાય છે.
શું 500 રૂપિયાથી કરોડપતિ બનવું શક્ય છે?
હવે મનમાં સવાલ આવે છે કે શું કોઈ વ્યક્તિ દર મહિને 500 રૂપિયાનું રોકાણ કરીને કરોડપતિ બની શકે છે? તેનો જવાબ હા છે? હકીકતમાં, એવી ઘણી કંપનીઓ છે જેણે એક વર્ષમાં 20 ટકાથી વધુ રિટર્ન આપ્યું છે. જેના વિશે નીચે વિસ્તારથી જણાવવામાં આવ્યું છે...
1. Nippon India Growth Fund
આ કંપનીને 29 વર્ષ પહેલા એટલે કે 1995માં લૉન્ચ કરવામાં આવી હતી. ત્યારથી લઈને અત્યાર સુધી તેણે લગભગ 23.26 ટકા વાર્ષિક રિટર્ન આપ્યું છે. જો તમે 1995થી આમાં દર મહિને 500 રૂપિયાનું રોકાણ કરવાનું શરૂ કર્યું હોત, તો તમારા ફંડની કિંમત 2 કરોડ રૂપિયાથી વધુ થઈ ચૂકી હોત.
2. Franklin India Flexi Cap Fund
આ કંપની 30 વર્ષ પહેલા એટલે કે 1994માં લૉન્ચ કરવામાં આવી હતી. તેણે અત્યાર સુધીમાં 20.22 ટકા વાર્ષિક રિટર્ન આપ્યું છે. જો તમે 1994થી આ ફંડમાં દર મહિને રૂ. 500નું રોકાણ કર્યું હોત, તો તમારી પાસે હવે રૂ. 1.23 કરોડથી વધુનું ફંડ હોત.
નોંધ- ગુજરાત તક કોઈને ક્યાંય રોકાણ કરવાની સલાહ આપતું નથી. SIP માં રોકાણ કરવું જોખમી હોઈ શકે છે. આમાં રોકાણ કરતા પહેલા નિષ્ણાતની સલાહ ચોક્કસ લો.
ADVERTISEMENT