Investment Tips In Share Market : જો તમે શેર માર્કેટમાં રોકાણ કરો છો તો આ સમાચાર તમારા માટે છે. 4 જૂના રોજ લોકસભા ચૂંટણીના પરિણામોના દિવસે 4 જૂને માર્કેટમાં આવેલો ઘટાડો હવે લગભગ રિકવર થઈ ચૂક્યો છે. 5, 6 અને 7 જૂને માર્કેટમાં જબરદસ્ત વધારો જોવા મળ્યો. તેનું સૌથી મોટું કારણ એ છે કે દેશમાં ફરી એનડીએ સરકાર બનવા જઈ રહી છે. આગામી દિવસોમાં શેરબજારમાં વધુ તેજી આવે તેવી ધારણા છે. આવતીકાલે એટલે કે સોમવારે જ્યારે માર્કેટ ખુલશે ત્યારે આશા વ્યક્ત કરીએ છીએ કે લીલા નિશાન પર ખુલશે કારણ કે નરેન્દ્ર મોદીએ ફરીથી વડાપ્રધાન તરીકે શપથ લઈ ચૂક્યા હશે. તો કેટલાક એક્સપર્ટને લાગે છે આગામી કેટલાક સમય સુધી માર્કેટ અસ્થિર રહેશે. આવી સ્થિતિમાં એક્સપર્ટે રોકાણકારોને રોકાણ કરતી વખતે વધુ સાવચેત રહેવાની સલાહ આપી છે.
ADVERTISEMENT
શું ફરી ડાઉન થઈ શકે છે માર્કેટ?
એક્સપર્ટનું માનવું છે કે શેર માર્કેટમાં ફરી ઘટાડો થઈ શકે છે. વાસ્તવમાં જ્યારે પણ માર્કેટ આગળ વધે છે, એક સમય પછી તેમાં એક કરેક્શન આવે છે. આ કરેક્શન એટલા માટે આવે છે જેથી માર્કેટ ખૂબ તેજીથી આગળ ન વધે અને એક નિશ્ચિત ગતિએ આગળ વધતું રહે. તાજેતરમાં માર્કેટમાં બોલેલો કડાકો તેનું જ ઉદાહરણ છે. પરંતુ બાદમાં માર્કેટ જે રીતે વધ્યું છે, તે ફરીથી તે સ્તર પર પહોચી ગયું છે, જ્યાં પહેલા હતું. સેન્સેક્સ તો વધુ આગળ નીકળી ગયો છે અને તેણે ઓલ ટાઈમ હાઈનો રેકોર્ડ બનાવી લીધો છે. આવી સ્થિતિમાં એક્સપર્ટને લાગે છે કે કરેક્શન માટે ફરી માર્કેટ ઘટી શકે છે. જોકે, તે કેટલું ઘટશે, તે સ્પષ્ટ નથી.
એક્સપર્ટે કહ્યું- 3 મહિના હોલ્ડ કરો
શેર માર્કેટમાં હાલ જે પ્રકારની સ્થિતિ છે, તેને જોઈને એક્સપર્ટ માર્કેટમાં અત્યારે રોકણ કરવાથી બચવાની સલાહ આપે છે. The Infinity Groupના ફાઉન્ડર વિનાયક મહેતા કહે છે કે અત્યારે માર્કેટમાં એકસાથે રોકાણ કરવાનું ટાળવું જોઈએ. 3 મહિના માટે નવું રોકાણ કરવાનું ટાળવું વધુ સારું રહેશે. કારણ કે સરકારની રચનાના લગભગ 3 મહિના પછી ઘણી સ્થિતિ સ્પષ્ટ થઈ જશે. જો તમારે રોકાણ કરવું હોય તો 60 ટકાથી વધુ રકમનું રોકાણ ન કરો. આ સમય દરમિયાન આવી કંપનીઓના શેરમાં રોકાણ કરો જેમની પ્રોડક્ટની માર્કેટમાં ડિમાન્ડ છે. આમાં રિન્યુએબલ એનર્જી, ઈલેક્ટ્રિક વાહનો વગેરે જેવી કંપનીઓ મુખ્ય છે. બાકીની 40 ટકા રકમ ગોલ્ડ અને લિક્વિડ ફંડમાં રોકાણ કરી શકાય છે.
માર્કેટની પેટર્નને સમજવી પડશે
શેર માર્કેટ એક્સપર્ટના મતે રોકાણ કરવાનો અત્યારે યોગ્ય સમય નથી. તેઓ જણાવે છે કે રાજકીય સ્થિરતા બહુ વધારે નથી. આવી સ્થિતિમાં થોડો સમય રાહ જુઓ. તેઓ કહે છે કે આગામી દિવસોમાં ઈન્ડિયા ગઠબંધન પણ સરકાર બનાવવાનો પ્રયાસ કરી શકે છે. કેબિનેટની રચના બાદ મોદી સરકાર કેટલાંક વિભાગોની વહેંચણી કેવી રીતે કરશે તેના પર પણ શેરબજારની ગતિવિધિને અસર થશે. તેમનું કહેવું છે કે 5 વર્ષ પહેલા જ્યારે મોદી સરકાર ફરી સત્તામાં આવી ત્યારે શેરબજાર ગગડ્યું હતું અને તેને રિકવર થવામાં લગભગ 5-6 મહિનાનો સમય લાગ્યો હતો. આજની સ્થિતિમાં માર્કેટ તરત રિકવર થઈ ચૂક્યું છે. આવી સ્થિતિમાં માર્કેટમાં કરેક્શન માટે બજાર ફરી ઘટે તેવો ડર છે.
નોંધ- શેરબજારમાં કોઈપણ રોકાણ કરતા પહેલા માર્કેટ એક્સપર્ટ્સની સલાહ જરૂર લો.
ADVERTISEMENT