Stock Market updates: આજે ઈદ નિમિત્તે શેરબજારમાં રજા હતી, પરંતુ આવતીકાલે શેરબજાર રાબેતા મુજબ શરૂ રહેશે. આ દરમિયાન અમેરિકાથી આવા સમાચાર આવ્યા છે, જેની અસર આવતીકાલે ભારતીય શેરબજાર પર જોવા મળી શકે છે. નિષ્ણાતોનું માનવું છે કે, શુક્રવારે ભારતીય બજારમાં ભારે વધઘટ જોવા મળી શકે છે. તે જ સમયે, બુધવારના કારોબારમાં અમેરિકન શેરબજારમાં જોરદાર ઘટાડો જોવા મળ્યો છે.
ADVERTISEMENT
યુએસ માર્કેટની હાલત
યુએસ માર્કેટમાં ઘટાડો ફેડરલ રિઝર્વ દ્વારા જાહેર કરવામાં આવેલા ડેટા બાદ આવ્યો છે. અમેરિકામાં ફુગાવાનો દર અપેક્ષાઓથી ઉપર રહ્યો છે, જેના કારણે ફેડ રિઝર્વના દરમાં કાપની અપેક્ષાઓ ઘટી છે. એવું અનુમાન છે કે ફેડ રેટ કટ જૂન પછી જ શક્ય બનશે. આવી સ્થિતિમાં, બજાર નિષ્ણાતોનું કહેવું છે કે યુએસ ફુગાવાનું પ્રેશર સતત ત્રીજા મહિને દેખાઈ રહ્યું છે અને તે સ્પષ્ટ છે કે ફુગાવો કંટ્રોલમાં નથી. વૈશ્વિક બજારનો અંદાજ છે કે સપ્ટેમ્બર સુધીમાં જ દરમાં ઘટાડો થઈ શકે છે.
અમેરિકાનો ફુગાવો અપેક્ષા કરતાં વધુ
વાર્ષિક ધોરણે ફેબ્રુઆરીમાં અમેરિકાનો મોંઘવારી દર 3.2 ટકાની સરખામણીએ વધીને 3.5 ટકા થયો છે. આ ફુગાવાનો દર અપેક્ષા કરતા વધારે છે. જ્યારે જાન્યુઆરીમાં મોંઘવારી દર 3.1 ટકા અને ફેબ્રુઆરીમાં 3.2 ટકા હતો. આવી સ્થિતિમાં, ફેડરલ રિઝર્વ દ્વારા દરમાં ઘટાડો થવાની ઘણી ઓછી આશા છે.
Tourist Places: વેકેશનમાં ફરવા જવાનું વિચારો છો...તો ગુજરાતમાં સૌથી બેસ્ટ આ 3 હિલ સ્ટેશન!!!
શેરબજાર ઓલ ટાઇમ હાઇ
બુધવારે, સેન્સેક્સ અને નિફ્ટી બંને સર્વકાલીન ઉચ્ચ સ્તરે બંધ થઇ હતી, નિફ્ટી 22,775.70 ની નવી ઊંચી સપાટીને સ્પર્શે છે, જે અગાઉના 22,768 પોઈન્ટના રેકોર્ડને તોડી નાખે છે. નિફ્ટી ઈન્ડેક્ષ 22753.80 પોઈન્ટ પર બંધ થયો, જ્યારે સેન્સેક્સ 0.47 ટકા વધીને 75,038.15 પર બંધ થયો હતો. આ સિવાય નિફ્ટી મિડકેપ, નિફ્ટી બેન્ક, નિફ્ટી નેક્સ્ટ 50 અને નિફ્ટી ફાઇનાન્શિયલ સર્વિસિસ લીલા માર્ક પર બંધ થયા છે.
Gold Rate: અચાનક 4500 રૂપિયા મોંઘુ થયું સોનું, જાણો કયાં સુધીમાં 1 લાખ થઈ જશે ભાવ!
ભારે વધઘટની અપેક્ષા રાખો
ગુરુવારે એટલે કે આજે બજારમાં રજા હતી, જે વચ્ચે અમેરિકાથી મોંઘવારી દરને લગતા સમાચાર સામે આવ્યા છે. આવી સ્થિતિમાં શુક્રવારના દિવસે શેરબજારમાં ભારે વધઘટ જોવા મળી શકે છે.
(નોંધ- શેરબજારમાં કોઈપણ રોકાણ કરતા પહેલા, તમારા બજાર નિષ્ણાતોની સલાહ ચોક્કસ લો.)
ADVERTISEMENT