ChatGPT-4o features: OpenAI એ ફરી એકવાર ગૂગલનું ટેન્શન વધાર્યું છે. આ કંપની વર્ષ 2022માં ChatGPT લોન્ચ કર્યા બાદ ચર્ચામાં આવી હતી. જનરેટિવ AI ટૂલ્સ બનાવતી કંપનીએ હવે GPT-4o, મલ્ટિમોડલ AI ટૂલ રજૂ કર્યું છે. આ ટૂલ માણસો અને મશીનો વચ્ચે વાતચીત શક્ય બનાવે છે. આ નવી મલ્ટિમોડલ ભાષા વાસ્તવિક સમયમાં ટેક્સ્ટ, ઓડિયો અને વિડિયો દ્વારા વાતચીત કરવા સક્ષમ છે. ધણી અંગ્રેજી ફિલ્મોમાં જે રીતે રોબોટ વાતચીત કરતો જોવા મળે છે આ ટૂલ પણ તે જ રીતે કાર્ય કરે છે.
ADVERTISEMENT
ChatGPT-4o (GPT-4o) શું છે?
OpenAI CTO મીરા મુરત્તીએ GPT-4o ના લોન્ચ સમયે એક ડેમો વિડિયો લોન્ચ કર્યો હતો. જો સરળ ભાષામાં સમજીએ તો, GPT-4o એ ઈન્ટરનેટ વપરાશકર્તાઓ માટે એક ટૂલની જેમ કામ કરે છે, જેના દ્વારા તેઓ વાસ્તવિક સમયમાં કંઈપણ પૂછી શકે છે. આ સાથે, ChatGPT જેવા પ્રશ્નો પૂછવા માટે કોઈ ટેક્સ્ટ મર્યાદા નથી.
આ અદ્યતન જનરેટિવ મલ્ટિમોડલ AI ટૂલ સાથે, તમે ટેક્સ્ટ તેમજ ઑડિયો અને વિડિયો દ્વારા પ્રશ્નો પૂછી શકો છો. આ ટૂલ તમારા પ્રશ્નનો રીઅલ ટાઇમમાં ઝડપથી જવાબ આપશે. OpenAI એ તેને GPT-4o નામ આપ્યું છે, જેમાં O નો અર્થ Omni છે, એટલે કે તે તમામ પ્રકારની ક્રિયાપ્રતિક્રિયાઓને સમજવાની ક્ષમતા ધરાવે છે. OpenAI નું આ ટૂલ હાલમાં તમામ યુઝર્સ માટે ફ્રી છે. GPT યુઝર્સ આ AI ટૂલ સાથે વૉઇસ, ટેક્સ્ટ, ઇમેજ, વિડિયો વગેરે દ્વારા સંપર્ક કરી શકે છે.
GPT-4o કેવી રીતે કામ કરે છે?
OpenAI એ આ ટૂલની જાહેરાત કરતી વખતે એક ડેમો વિડિયો બતાવ્યો હતો, જેમાં જોઈ શકાય છે કે GPT-4o ને કેમેરા એક્સેસ આપ્યા પછી, તે સ્ક્રીન પર તેની આસપાસની વસ્તુઓ વિશેની માહિતી શેર કરે છે. એટલું જ નહીં, આ ટૂલ તમારી આસપાસની વસ્તુઓના આધારે આપમેળે કન્ટેન્ટ જનરેટ કરી શકે છે. ડેમોમાં એવું જોવામાં આવ્યું હતું કે GPT-4o તેની આસપાસની વસ્તુઓ માટે જાતે જ ગીતો કંપોઝ કરે છે.
ગૂગલનું ટેન્શન કેમ વધ્યું?
જેવી રીતે ChatGPT લોન્ચ થયા બાદ વિશ્વની અગ્રણી ટેક કંપનીઓનું ટેન્શન વધી ગયું હતું અને તેઓએ તેમના AI મોડલ રજૂ કરવાનું શરૂ કર્યું હતું. તેવી જ રીતે OpenAIના આ નવા AI ટૂલના આવ્યા બાદ ગૂગલ સહિત અન્ય ટેક કંપનીઓનું ટેન્શન વધી ગયું છે. જોકે, ગૂગલે 14 મે 2024ના રોજ યોજાયેલી ડેવલપર્સ કોન્ફરન્સમાં તેનું મલ્ટિમોડલ AI ટૂલ પ્રોજેક્ટ એસ્ટ્રા રજૂ કર્યું છે. આ ઉપરાંત GeminiAIનું એડવાન્સ વર્ઝન પણ લોન્ચ કરવામાં આવ્યું છે. ગૂગલનો પ્રોજેક્ટ એસ્ટ્રા પણ GPT-4oની જેમ કામ કરે છે.
તમારા બાળકને ટૂલ દ્વારા સરળતાથી ભણાવી શકો છો
Khan Academy એ X પ્લેટફોર્મ પર એક પોસ્ટ શેર કરી છે. આ વીડિયોમાં ફાઉન્ડર સલમાન ખાન પોતાના પુત્ર સાથે જોવા મળ્યો હતો. આમાં તેણે આઈપેડમાં GPT 4o ઓન કર્યું. આ પછી, તેણે વૉઇસ આસિસ્ટન્ટ સાથે વાત કરી, તેના પુત્રને ગણિતના પ્રશ્નો પૂછવા માટે કહ્યું હતું જે વાસ્તવમાં ભૌમિતિક ગણિત વિશેના હતા.આ પછી GPT 4o એ ત્રિકોણના સૂત્ર વિશે પણ પૂછ્યું. આ ટેકનોલોજી એટલી રિયલ ટાઈમ પર કામ કરે છે કે તમે કોઈ ડિજિટલ ક્લાસ લઈ રહ્યા હોય તેવો જ અનુભવ થશે. જોકે, આ પ્રકારની ટેકનોલોજીના કારણે શિક્ષકોની નોકરી પણ ભવિષ્ય જઈ શકે છે.
11 વર્ષ જૂની ફિલ્મથી પ્રેરિત
GPT 4o ના વૉઇસ આસિસ્ટન્ટ જે રીતે પ્રતિભાવ આપે છે તે તમને સાયન્સ ફિક્શન ફિલ્મ HER ના પાત્ર સમન્થાની યાદ અપાવે છે, જે ફિલ્મમાં વૉઇસ આસિસ્ટન્ટ પ્લેટફોર્મ છે અને સ્કારલેટ જોહાન્સનનો અવાજ વાપરે છે. વર્ષ 2013માં રિલીઝ થયેલી, HER એ એકલા માણસ Theodore (Joaquin Phoenix) ની કહાની છે, જે શહેરની ભીડમાં એકદમ એકલો છે. ફિલ્મમાં, એકલો માણસ, તેની જરૂરિયાતો માટે, સામંથા સાથે સંબંધ બનાવે છે, જે વાસ્તવમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વર્ચ્યુઅલ સહાયક છે. હવે AI તેની સાથે સવાર-સાંજ વાત કરે છે, સૂતી વખતે અને મુસાફરી કરતી વખતે કોઈ માણસની જેમ જ તેની સાથે વાત કરે છે.
ADVERTISEMENT