VIP Number : બાઈક કે કાર માટે લેવો છે VIP નંબર? ઘરે બેઠા આ રીતે ઓનલાઈન કરો રજિસ્ટ્રેશન

VIP Number For Vehicle: ઘણીવાર લોકો વાહન તો તેમની પસંદગીનું ખરીદે છે પરંતુ વાહન માટે મળતી નંબર પ્લેટ ડીલર અથવા કંપની તરફથી લેવી પડે છે, તો શું તમે પણ વાહન માટે નંબરને તમારી પસંદગીનો લેવા માંગો છો તો તમે ઘરે બેઠા જ રજિસ્ટ્રેશન કરાવી શકો છો.

કાર કે બાઈક માટે VIP નંબર કેવી રીતે લેવો?

VIP Number For Vehicle

follow google news

VIP Number For Vehicle: ઘણીવાર લોકો વાહન તો તેમની પસંદગીનું ખરીદે છે પરંતુ વાહન માટે મળતી નંબર પ્લેટ ડીલર અથવા કંપની તરફથી લેવી પડે છે, તો શું તમે પણ વાહન માટે નંબરને તમારી પસંદગીનો લેવા માંગો છો તો તમે ઘરે બેઠા જ રજિસ્ટ્રેશન કરાવી શકો છો. 

ઓનલાઈન કરાવી શકો છો રજિસ્ટ્રેશન

ભારતમાં તમે તમારા વાહન માટે VIP નંબર ઓનલાઈન મેળવી શકો છો. VIP નંબર પ્લેટ મેળવવા માટે કેટલીકવાર એવું પણ બને છે કે તમે જે નંબર લેવા માંગો છો તે જ નંબર અન્ય લોકોને પણ પસંદ હોય, તો આવી સ્થિતિમાં નંબર માટે બોલી લગાવવામાં આવે છે. આ પછી જે ગ્રાહકો પસંદગીના નંબર માટે વધુ પૈસા ચૂકવે છે, તેમને આ નંબર ફાળવવામાં આવે છે. જો તમે VIP નંબર માટે ઘરે બેઠા ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવવા ઈચ્છો છો, તો તમે આ રીતો અપનાવી શકો છો.

VIP નંબર આ રીતે ચેક કરો

- VIP  નંબર લેવા માટે ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટની સત્તાવાર વેબસાઈટ પર જાવ.
- હવે હોમ પેજ પર Search and Buy Number ના ઓપ્શન પર ક્લિક કરો. 
- આ પછી ગાડીની નંબર પ્લેટ માટે તમારા RTOને સિલેક્ટ કરી લો. 
- તમારી વિગતોની સાથે જ કેપ્ચા કોડ ભરીને તમારો પસંદગીનો વીઆઈપી નંબર માટે સર્ચ કરવો પડશે. 
- છેલ્લે તમને આ નંબર સંબંધિત તમામ જાણકારી મળી જશે.  

પરિવહન વિભાગની વેબસાઈટ પર જાવ

- VIP નંબર મેળવવા માટે પરિવહન વિભાગની સત્તાવાર વેબસાઇટ fancy.parivahan.gov.in પર જાઓ.
- અહીં પબ્લિક યુઝર ઓપ્શન પર ક્લિક કરો. સાથે જ યુઝરની વિગતો દાખલ કરીને સાઈનઅપ કરો. 
- આ પછી તમારા મોબાઈલ નંબર પર આઈડી પાસવર્ડ આવશે.
- હવે આ ID પાસવર્ડથી લોગિન કરો.
- લોગ ઈન કર્યા પછી નવા પેજ પર ટોપ રાઈટ કોર્નરમાં નંબર પેજ પર ક્લિક કરો.
- પછી તમારા RTO અને વ્હીકલ કેટેગરીને સિલેક્ટ કરો. 
- આ પછી ઉપલબ્ધ VIP નંબરોનું લિસ્ટ ભાવની સાથે સામે આવી જશે. 
- અહીં તમને ગમતો નંબર પસંદ કરો અને Continue to Register પર ક્લિક કરો.
- હવે તમારી પર્સનલ ડિટેલ્સ જેમ કે નામ, સરનામું અને ID પ્રૂફ ભરો.
- પછી પેમેન્ટ કરો અને પેમેન્ટ કર્યા બાદ રજિસ્ટ્રેસ રિસિપ્ટ ડાઉનલોડ કરી લો. 
- નવું વાહન લીધા બાદ તમારા ડીલરને રજિસ્ટ્રેશન રિસિપ્ટ આપીને વીઆઈપી નંબર લગાવડાવી શકો છો. 

VIP નંબર માટે E Auction હેઠળ બોલી લગાવો 

- જો તમે ઈચ્છો તો VIP નંબર મેળવવા માટે તમે ઓનલાઈન ઓક્શનમાં પણ બોલી લગાવી શકો છો.
- આ માટે સૌથી પહેલા તમારા રાજ્નીના પરિવહન વિભાગની સત્તાવાર વેબસાઇટ પર જાઓ.
- આ પછી તમે જે નંબર ખરીદવા માંગો છો તેને પસંદ કરો અને E Auction વિકલ્પ પર ક્લિક કરો.
- પછી રજિસ્ટરના ઓપ્શન પર ક્લિક કરો અને ફોર્મ ભર્યા બાદ પેમેન્ટ કરો. 
- હવે બિડિંગ પ્રોસેસને ફોલો કરો. 
- સમય અનુસાર, તમે તમારી પસંદગીની કોઈપણ રકમ આપીને તેને શરૂ કરી શકો છો.
- આ સિવાય તમે એ પણ ચેક કરી શકો છે કે તમારા મનપસંદ નંબર માટે બાકીના ખરીદદારો કેટલા રૂપિયા ચૂકવા માટે તૈયાર છે. 
- તમે આને ઓનલાઈન પણ ટ્રેક કરી શકો છો.
- VIP નંબર માટેની ફી દરેક રાજ્યમાં બદલાય છે.

    follow whatsapp