Vijay Shekhar Sharma resigns as Paytm Payments Bank Chairman: ભારતીય રિઝર્વ બેંકની (RBI) કાર્યવાહી બાદ પેટીએમ પેમેન્ટ બેંકમાં (paytm payments bank) ભારે ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે. દરમિયાન, વિજય શેખર શર્માએ Paytm પેમેન્ટ બેંકના ચેરમેન પદ પરથી રાજીનામું આપી દીધું છે. સાથે જ વિજય શેખર શર્માએ Paytm પેમેન્ટ્સ બેંકના બોર્ડમાંથી પણ રાજીનામું આપી દીધું છે.
ADVERTISEMENT
Paytm પેમેન્ટ બેંકમાં મોટા ફેરફારો
Paytm પેમેન્ટ બેંક પર રિઝર્વ બેંકની કાર્યવાહી બાદ બોર્ડમાં ઘણા ફેરફાર કરવામાં આવ્યા છે. Paytm એ સોમવારે એક પ્રેસ રિલીઝમાં જણાવ્યું છે કે કંપનીના ફાઉન્ડર વિજય શેખર શર્માએ Paytm પેમેન્ટ બેંકના પાર્ટ-ટાઇમ નોન-એક્ઝિક્યુટિવ ચેરમેનના પદ પરથી હટી જવાનો નિર્ણય કર્યો છે. આ સાથે તેમણે PPBLના બોર્ડ મેમ્બરનું પદ પણ છોડી દીધું છે.
પેટીએમ પેમેન્ટ બેંકની પુનઃરચના કરાશે
વિજય શેખર શર્માના રાજીનામા બાદ પેટીએમ પેમેન્ટ બેંકના બોર્ડની પણ પુનઃરચના કરવામાં આવી છે. જેમાં ઘણા નવા ચહેરાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. હવે સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાના ભૂતપૂર્વ ચેરમેન શ્રીનિવાસન શ્રીધર બોર્ડના સભ્ય હશે. આ ઉપરાંત નિવૃત્ત IAS દેવેન્દ્રનાથ સારંગી, બેન્ક ઓફ બરોડાના ભૂતપૂર્વ એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અશોક કુમાર ગર્ગ અને નિવૃત્ત IAS રજની સેખરી સિબ્બલ બોર્ડના સભ્યો હશે. RBIની કાર્યવાહી બાદ પેટીએમ પેમેન્ટ બેંકનું અસ્તિત્વ ખતરામાં છે. વિજય શેખર શર્મા આ બેંકના સૌથી મોટા શેરધારક છે.
ADVERTISEMENT