US Stock sees the worst day: Elon Musk ને લાગ્યો ઝટકો, વૈશ્વિક બજારમાં મંદી, રોકાણકારોના 1.81 લાખ કરોડ સ્વાહા

Gujarat Tak

25 Jul 2024 (अपडेटेड: Jul 25 2024 12:15 PM)

US Stock sees the worst day: ભારતીય શેરબજારમાં (Stock Market) છેલ્લા બે દિવસથી સતત ઘટાડો જોવા મળી રહ્યો છે અને આજે પણ એવા જ વૈશ્વિક સંકેતો જોવા મળી રહ્યા છે.

US Stock

US Stock

follow google news

US Stock sees the worst day: ભારતીય શેરબજારમાં (Stock Market) છેલ્લા બે દિવસથી સતત ઘટાડો જોવા મળી રહ્યો છે અને આજે પણ એવા જ વૈશ્વિક સંકેતો જોવા મળી રહ્યા છે. ખરેખર, અમેરિકન શેરબજારમાં (US Share Market)  અરાજકતા છે. S&P થી ગિફ્ટ નિફ્ટી ખરાબ સ્થિતિમાં છે અને લાલ રંગ સાથે ટ્રેડ થતો જોવા મળ્યો. વિશ્વના ટોચના અમીરોની સંપત્તિમાં ભારે ઘટાડો નોંધાયો છે અને તેનો સૌથી મોટો ઝટકો Elon Musk ને પડ્યો છે.

વૈશ્વિક ઇન્ડેક્સમાં ધબળકો 

સૌથી પહેલા ગ્લોબલ માર્કેટની હલચલ વિશે વાત કરીએ તો ગિફ્ટ નિફ્ટી 0.38 ટકાના ઘટાડા સાથે 24,160ના સ્તર પર ટ્રેડ થઈ રહ્યો હતો. બીજી તરફ, S&P અને Nasdaq ઇન્ડેક્સમાં વર્ષ 2022 પછી સૌથી મોટો ઘટાડો જોવા મળ્યો છે. ગુરુવારે ભારે વેચાણને કારણે S&P 500માં 2.31 ટકા અને નાસ્ડેકમાં 3.64 ટકાનો જંગી ઘટાડો જોવા મળ્યો હતો. જો ડાઉ જોન્સની વાત કરીએ તો તે 1.25 ટકા ઘટ્યો હતો.

આ મોટી કંપનીઓના શેરમાં ઘટાડો

અમેરિકન માર્કેટમાં આ ઉથલપાથલ પાછળનું કારણ વિશ્વની કેટલીક મોટી કંપનીઓના શેરમાં થયેલા ઘટાડાને કારણભૂત ગણાવી શકાય, જે રોકાણકારો માટે વિલન સાબિત થઈ છે. આમાં વિશ્વના સૌથી અમીર વ્યક્તિ Elon Musk ની ઇલેક્ટ્રિક કાર કંપની ટેસ્લાને સૌથી મોટો ઝટકો લાગ્યો છે. ટેસ્લાના શેરમાં 12.3 ટકાનો જંગી ઘટાડો થયો અને પ્રતિ શેર $215.99ના સ્તરે આવ્યો.

Henley Passport Index: સૌથી શક્તિશાળી પાસપોર્ટની યાદી જાહેર, ભારતના રેન્કિંગે ચોંકાવ્યું

એક જ ઝાટકે 1.81 લાખ કરોડ સ્વાહા

ટેસ્લા શેર્સમાં આ મોટા ઘટાડાની અસર એલોન મસ્કની નેટવર્થ (Elon Musk Networth) પર પણ જોવા મળી છે અને એક જ ઝાટકે $21.7 બિલિયન (આશરે રૂ. 1.81 લાખ કરોડ) તેમની સંપત્તિનો નાશ થઈ ગયો છે. જો કે, તેની નેટવર્થમાં આટલો ઘટાડો થયો હોવા છતાં, ઇલોન મસ્ક નંબર-1 ધનિક વ્યક્તિનું સ્થાન જાળવી રાખે છે. તેમની કુલ સંપત્તિ હવે 241 અબજ ડોલર છે.

Google થી મેટા સુધીના શેરો ઘટ્યા

માત્ર ઈલોન મસ્ક જ નહીં પરંતુ જેફ બેઝોસથી લઈને વોરન બફેટની સંપત્તિમાં પણ ઘટાડો થયો છે. ટેસ્લા સિવાય, જે મોટા શેરોમાં ઘટાડો જોવા મળ્યો છે તેમાં NVIDIAનો સમાવેશ થાય છે અને તે 6.80 ટકા ઘટીને $114.25 પર પહોંચી ગયો છે. આ સિવાય મેટા પ્લેટફોર્મના શેર 5.61 ટકા ઘટીને $461.27ના સ્તરે આવી ગયા છે. એટલું જ નહીં, વિશ્વના સૌથી મોટા સર્ચ એન્જિન ગૂગલની પેરેન્ટ કંપની Alphabet Inc.નો શેર 5 ટકા ઘટીને 174.37 ડોલર થઈ ગયો છે.

ભારતીય બજાર પર જોવા મળી શકે છે અસર!

અમેરિકાની સાથે સાથે જાપાનનો નિક્કી 225 2.72 ટકા, દક્ષિણ કોરિયાનો કોસ્પી 1.77 ટકા, ઓસ્ટ્રેલિયાનો S&P/ASX 200 0.94 ટકા અને હોંગકોંગનો હેંગસેંગ 0.39 ટકા લપસ્યો હતો. આ અંધાધૂંધી વચ્ચે અંદાજે 1 ટ્રિલિયન ડોલરનું નુકસાન થયું હતું. વૈશ્વિક બજારમાં કોઈપણ હિલચાલની અસર ભારત પર પણ દેખાઈ રહી છે અને છેલ્લા બે દિવસથી ગગડી રહેલું ભારતીય શેરબજાર આજે પણ સુસ્ત દેખાઈ શકે છે.

(નોંધ- શેરબજારમાં કોઈપણ પ્રકારનું રોકાણ કરતા પહેલા તમારા બિઝનેસ નિષ્ણાતોની સલાહ ચોક્કસ લો.)

    follow whatsapp