Union Budget 2024: કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે મોદી સરકારના ત્રીજા કાર્યકાળનું પ્રથમ બજેટ રજૂ કર્યું છે. આ બજેટમાં રેલ્વે બજેટ માટે કોઈ ખાસ જાહેરાત કરવામાં આવી નથી. સોશિયલ મીડિયા પર લોકો કહે છે કે ટ્રેનોના વધતા જતા અકસ્માતો વચ્ચે સરકાર પાસેથી રેલવે માટે કેટલીક ખાસ અપેક્ષાઓ હતી પરંતુ રેલવે બજેટ નિરાશાજનક રહ્યું છે.
ADVERTISEMENT
બજેટમાં 'રેલવે' ગાયબ?
બજેટમાં એક આશ્ચર્યજનક વાત સામે આવી છે કે નાણાંમંત્રી નિર્મલા સીતારમણે તેમના ભાષણમાં ભારતીય રેલ્વે માટે કોઈ પહેલ કરી નથી કે કોઈ નવી યોજનાની જાહેરાત કરી નથી. એવી અપેક્ષા હતી આ બજેટમાં લોકો માટે વંદે ભારત, મેટ્રો અને મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેનના વિસ્તરણ અને નમો ભારત પહેલ જેવી નવી ટ્રેનો વિશે ઘોષણાઓની આશા રાખવામાં આવી હતી. એટલા માટે જ આજે તેના શેરના ભાવમાં પણ મોટો ઘટાડો થયા હોવાનું માનવામાં આવી રહ્યું છે.
Budget 2024: નવો કે જૂનો કયો ટેક્સ સ્લેબ ફાયદાકારક? સરળ શબ્દોમાં સમજો હિસાબ-કિતાબ
શું જાહેરાત કરવામાં આવી હતી?
ભારતીય રેલવેને કેન્દ્રીય બજેટ 2023-2024માં 2.40 લાખ કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા. જ્યારે વચગાળાના બજેટ 2024-2025માં 2.52 લાખ કરોડ રૂપિયા મળ્યા હતા. વચગાળાના બજેટમાં રેલ સુરક્ષા, નવા કોચ, ટ્રેન અને કોરિડોર જેવી મુખ્ય પ્રાથમિકતાઓ પર ભાર મૂકવામાં આવ્યો હતો. જોકે, આ બજેટમાં નાણામંત્રીની સ્પીચ અનુસાર એવું કહેવામાં આવ્યું છે કે, ગતવર્ષ કરતાં આ વર્ષે રેલવે બજેટમાં વધારો કરવામાં આવ્યો છે. જેમાં FY24માં રૂ. 2.70 લાખ કરોડની સામે કુલ રૂ. 2.84 લાખ કરોડની ફાળવણી કરવામાં આવી છે.
નવા બજેટથી એવી અપેક્ષા રાખવામાં આવી રહી હતી કે કર્મચારીઓના પેન્શનમાં કોઈ પ્રકારનો વધારો થશે. વૃદ્ધો માટે રેલવે ટિકિટના ભાડામાં પણ ઘટાડો કરવામાં આવશે પરંતુ આવી કોઈ જાહેરાત કરવામાં આવી નથી.
ADVERTISEMENT