નવી દિલ્હી: દુનિયાના બીજા સૌથી અમીર બિઝનેસમેન ઈલોન મસ્કે માઈક્રો બ્લોગિંગ સાઈટ ટ્વિટરન લોગોમાં ફરી એક વાર ફેરફાર કર્યો છે. ત્રણ દિવસ પહેલા તેણે લોગો તરીકે બ્લુ બર્ડની જગ્યાએ કૂતરો લગાવ્યો હતો. જો કે, આ ફેરફાર માત્ર વેબ વર્ઝન પર કરવામાં આવ્યો હતો અને એપ પર નહીં. હવે લોગોમાં બ્લૂ ચકલી પરત ફરી છે. જોકે ટ્વિટરના આ બંને લોગોમાં ફેરફાર બાદ ક્રિપ્ટોકરન્સી ડોગકોઈનમાં લગભગ 10%નો ઘટાડો જોવા મળી રહ્યો છે.
ADVERTISEMENT
તાજેતરમાં માઈક્રો-બ્લોગિંગ સાઈટ ટ્વિટરે બ્લુ બર્ડને ઉડાવી દીધું હતું અને તેની જગ્યાએ Doge બેસી ગયો હતો, પરંતુ હવે તે ડોગ ક્યાંક ચાલ્યો ગયો છે અને 4 દિવસમાં ટ્વિટર પર પાછું બ્લુ બર્ડ આવ્યું છે.આ લોગો બદલવાની ઘટનાથી લોકોના ખિસ્સા પર પણ અસર પડી છે. પરત ફરતાની સાથે જ ક્રિપ્ટોકરન્સી ડોગકોઈનમાં ઘટાડો થયો છે.
#DOGE ટ્વિટર પર ટ્રેન્ડ થયો હતો
આ પહેલા ટ્વિટરનો લોગો બદલાતાની સાથે જ યુઝર્સ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. અને આ બદલાવ અંગે એકબીજાને સવાલો કરવા લાગ્યા હતા. એક યુઝરે પૂછ્યું કે શું દરેક વ્યક્તિ લોગો પર કૂતરો જોઈ રહ્યો છે. થોડી જ વારમાં #DOGE ટ્વિટર પર ટ્રેન્ડ કરવાનું શરૂ કર્યું. યુઝર્સને લાગ્યું કે કોઈએ ટ્વિટર હેક કર્યું છે. તેના થોડા સમય બાદ ઈલોન મસ્કે એક ટ્વીટ કર્યું, જેમાં સ્પષ્ટ થયું કે ટ્વિટરે તેનો લોગો બદલ્યો છે. જો કે, હવે બ્લુ બર્ડ ફરી પાછું આવ્યું છે.
મસ્કે તેના કૂતરાને ટ્વિટરના સીઈઓ કહ્યું હતું
15 ફેબ્રુઆરીના રોજ, એલોન મસ્કએ તેના કૂતરા ફ્લોકીના ફોટા શેર કર્યા હતા અને મજાકમાં તેને ટ્વિટરનો નવો CEO કહ્યો હતો. મસ્કે ફ્લોકીનો ફોટો શેર કર્યો અને લખ્યું, ‘ટ્વિટરના નવા સીઈઓ અદ્ભુત છે. તે અન્ય કરતા ઘણી સારી છે. તે સંખ્યાઓ સાથે પણ સારી છે અને ખૂબ સ્ટાઇલિશ પણ છે.
ADVERTISEMENT