એલન મસ્ક સાથેના સોદા પછી ટ્વિટર તેના 75% કર્મચારીઓને છૂટા કરશે? જાણો શું કહ્યું ટ્વિટરે

નવી દિલ્હી: ટેસ્લા કંપનીના સીઈઓ અને વિશ્વના સૌથી અમીર વ્યક્તિ ઈલોન મસ્કની ટ્વિટર ડીલ સતત ચર્ચામાં રહે છે. એકવાર પાછા ફર્યા પછી, મસ્ક હવે આ…

gujarattak
follow google news

નવી દિલ્હી: ટેસ્લા કંપનીના સીઈઓ અને વિશ્વના સૌથી અમીર વ્યક્તિ ઈલોન મસ્કની ટ્વિટર ડીલ સતત ચર્ચામાં રહે છે. એકવાર પાછા ફર્યા પછી, મસ્ક હવે આ સોદો પૂર્ણ કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. પરંતુ આ દરમિયાન ટ્વિટરના કર્મચારીઓ માટે ખરાબ સમાચાર આવ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ટ્વિટર ખરીદ્યા બાદ મસ્ક આ સોશિયલ મીડિયા કંપનીના 75 ટકા કર્મચારીઓને નોકરીમાંથી કાઢી શકે છે.

ન્યૂઝ એજન્સીના જણાવ્યા અનુસાર, આગામી મહિનાઓમાં ટ્વિટરમાં છટણી થવાની તૈયારી છે. ટ્વિટરના વર્તમાન મેનેજમેન્ટે આગામી વર્ષના અંત સુધીમાં કંપનીના પગારમાં લગભગ 8 કરોડ ડોલરનો ઘટાડો કરવાની યોજના તૈયાર કરી છે. જો કે હાલમાં આ અંગે ટ્વિટર તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.

જાણો શું કહે છે HR
ટ્વિટરના  એચઆર એ  કર્મચારીઓએ તેમના સ્ટાફની મોટા પાયે હક્કાલપટ્ટી  વિશે કહ્યું છે કે કંપનીની આવી કોઈ યોજના નથી. પરંતુ કંપની નીતિ કર્મચારીઓની છટણી અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં કાપ મૂકવાની વ્યાપક યોજનાઓ દર્શાવે છે. જો કે રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે કંપનીનો આ પ્લાન મસ્ક દ્વારા કંપનીને ખરીદવાની ઓફર પહેલા કરવામાં આવ્યો છે.

13 એપ્રિલે ટ્વિટર ખરીદવાની જાહેરાત કરી
એલન મસ્કે આ વર્ષે 13 એપ્રિલે ટ્વિટર ખરીદવાની જાહેરાત કરી હતી. તેણે સોશિયાળ મીડિયા પ્લેટફોર્મને 54.2 ડોલર પ્રતિ શેર દીઠ 44 આરબ ડોલરમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ખરીદવાની ઓફર કરી હતી. પરંતુ ફેક એકાઉન્ટના કારણે તેણે તે ડીલ હોલ્ડ પર મૂકી દીધી.

ફરી ટ્વિટર તરફ મસ્કની નજર 
મેની શરૂઆતમાં SEC ફાઇલિંગમાં, ટ્વિટરે જણાવ્યું હતું કે તેમના પ્લેટફોર્મ પર ફક્ત 5% ફેક એકાઉન્ટ્સ હતા. આ બાબતે ટ્વિટર અને મસ્ક વચ્ચે મતભેદ હતા. આ પછી, 8 જુલાઈના રોજ, મસ્કે ડીલ તોડવાનું નક્કી કર્યું. પરંતુ ત્યારપછી ઓક્ટોબરની શરૂઆતમાં તેણે પોતાનું સ્ટેન્ડ બદલી નાખ્યું અને ફરીથી સોદો પૂર્ણ કરવા સંમત થયા.

    follow whatsapp