નવી દિલ્હી : જો તમે પણ વર્ષોથી નોકરી કરી રહ્યા છો અને તમારી વધારે સેલેરી નથી, આ જ કારણે તમે સેવિંગ પણ નથી કરી શકતા તો આ ફોર્મ્યુલાથી દર મહિને નાની-નાની રકમ જોડીને મોટુ ફંડ બનાવી શકો છો. જો તમારી સેલેરી 20 હજાર રૂપિયામહિના છે તો પણ તમે મ્યુચ્યુઅલ ફંડમાં SIP કરીને પોતાના પોર્ટફોલિયોમાં મોટા પૈસા જમા કરાવી શકો છો. નિયમ અનુસાર માત્ર 500 રૂપિયાથી મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવાની શરૂઆત કરી શકો છો. જો તમે પણ મ્યૂચુઅલ ફંડમાં રોકાણ કરવા ઇચ્છતા હો તો અમે તમને દેશના ટોપ 5 એવા ફંડ્સ લઇને આવો છો તે તેમાં દાવ લગાવી શકો છો. જો કે શેરબજારમાં ઉતાર ચડાવની અસર તેના પર પડી શકે છે. જો કે જો લાંબા સમય સુધી SIP એટલે કે રોકાણ કરો છો તો તમને સારા રિટર્ન મળી શકે છે.
ADVERTISEMENT
આઝે અમે 5 એવા ફંડ્સ લઇને આવ્યા છીએ જેમાં 10 વર્ષ, 5 વર્ષ અને 3 વર્ષમાં સારા રિટર્ન મળી શકે છે. અહીં બેંક અને પોસ્ટ ઓફીસની તુલનાએ સારા પૈસા બની શકે છે. આ ઉપરાંત મ્યૂચુઅલ ફંડનો રેકોર્ડ પણ કહે છે કે બે દશકમાં તેણે સારા પૈસા બનાવીને રોકાણકારોને વળતર આપ્યું છે. રોકાણકારોએ પોતાના રિસ્ક અનુસાર રોકાણ કરી શકે છે. આ યાદીમાં અમે રોકાણકારો માટે એક લાર્જ કેપ, મિડકેપ, સ્મોલ કેપ, મલ્ટી કેપ અને Flexicap Fund રાખો છો.
Mirae Asset Large Cap Fund
આ ફંડે 10 વર્ષમાં રેગ્યુલર રોકાણકારોને 15.78 ટકા વાર્ષિક રિટર્ન આપ્યું છે, જ્યારે ડાયરેક્ટ રોકાણ કરનારાઓને 16.88 ટકા રિટર્ન મળ્યું છે. 5 વર્ષ માટે રેગ્યુલર રોકાણકારોને 10.70 ટકા રિટર્ન મળ્યું છે, જ્યારે ડાયરેક્ટર રોકાણકારોને 11.87 ટકા વાર્ષિક રિટર્ન આપ્યું છે. 3 વર્ષ માટે રોકાણકારોને 23.13 ટકા રિટર્ન મળ્યું છે. જ્યારે ડાયરેક્ટ રોકાણ કરનારાઓને 24.45 ટકા વાર્ષિક રીતે રિટર્ન મળ્યું છે.
Axis Midcap Fund
આ મિડકેપ ફંડે 10 વર્ષમાં રેગ્યુલર રોકાણકારોને 17.99 ટકા અને ડાયરેક્ટર રોકાણકારોને 19.48 ટકા રિટર્ન આપ્યું છે. 5 વર્ષમાં રેગ્યુલર રોકાણકારોને 13.23 ટકા અને ડાયરેક્ટર રોકાણકારોને 14.69 ટકા રિટર્ન આપ્યું છે. 3 વર્ષ સુધી આ ફંડમાં રોકાણ કરનારા રેગ્યુલર રોકાણકારોને 24.26 ટકા અને ડાયરેક્ટ રોકાણકારોને 25.87 ટકા શાનદાર રિટર્ન મળ્યું છે.
SBI Small Cap
આ સ્મોલકેપ ફંડે 10 વર્ષ રેગ્યુલર રોકાણકારોને 24.60 ટકા અને રોકાણકારોને 26.01 ટકાનું રિટર્ન આપ્યું છે. 5 વર્ષની અવધીમાં આ ફંડે રોકારણકારોને 13.62 ટકા અને રોકાણકારોને 14.92 ટકાનું રિટર્ન આપ્યું છે. ત્રણ વર્ષના રોકાણ માટે આ ફંડે રેગ્યુલર રોકાણકારોને 36.36 ટકા અને ડાયરેક્ટ રોકાણકારોને 37.83 ટકાનું રિટર્ન આપ્યું છે.
Nippon India Multi Cap Fund
આ ફંડે 10 વર્ષમાં રેગ્યુલર રોકાણકારોને વર્ષ 14.67 ટકાના હિસાબે અને ડાયરેક્ટ રોકાણકારોને 15.51 ટકાનું રિટર્ન આપ્યું છે. આ મલ્ટીકેપ ફંડે 5 વર્ષમાં રેગ્યુલર રોકાણકારોને વાર્ષિક 11.99 ટકાના હિસાબથી ડાયરેક્ટ રોકાણકારોને 12.77 ટકાનું રિટર્ન આપ્યું છે. માત્ર 3 વર્ષ પહેલા તેમાં રોકાણ શરૂ કરનારા રેગ્યુલર રોકાણકારોને 35 ટકા અને ડાયરેક્ટર રોકાણકારોને 35.94 ટકા રિટર્ન મળ્યું છે.
Kotak Flexicap Fund
આ ફંડે 10 વર્ષના રેગ્યુલર રોકાણકારોને આશરે 15.74 ટકાના હિસાબથી ડાયરેક્ટ રોકાણકારોને 16.87 ટકાનું રિટર્ન આપ્યું છે. 5 વર્ષમાં આ ફંડે રેગ્યુલર રોકાણકારોને 10.22 ટકા વાર્ષિક અને ડાયરેક્ટ રોકાણકારોને 11.28 ટકા વાર્ષિકના હિસાબે રિટર્ન આપ્યું છે. જ્યારે 3 વર્ષની અવધી માટે રેગ્યુલર રોકાણકારોને 23.71 ટકા વાર્ષિક અને ડાયરેક્ટ રોકાણકારોને 24.89 ટકા વાર્ષિકની તુલનાએ રિટર્ન આપ્યું છે. (નોટ: NAV 25 Shdjrn 2023, સોર્સ AMFI)
(નોટ : મ્યૂચુઅલ ફંડમાં રોકાણ પહેલા આર્થિક સલાહકારની મદદ જરૂર લો)
ADVERTISEMENT