જો તમે કરદાતા છો અને તમે હજુ સુધી તમારું ઈન્કમટેક્સ રિટર્ન ફાઈલ કર્યું નથી, તો આજે જ કરો. નાણાકીય વર્ષ 2021-22 માટે ઈન્કમ ટેક્સ રિટર્ન (ITR) ફાઈલ કરવાનો આજે છેલ્લો દિવસ છે. જો તમે છેલ્લી તારીખ સુધી ITR ફાઈલ કરી શકતા નથી, તો આવકવેરાની જોગવાઈઓ અનુસાર, તમને દંડ થઈ શકે છે અને તમને નોટિસ પણ મળી શકે છે.
ADVERTISEMENT
છેલ્લા નાણાકીય વર્ષ 2020-21 માટે 5.89 કરોડ ITR ફાઇલ કરવામાં આવ્યા હતા. જો કે ત્યારબાદ તેની મર્યાદા 21 ડિસેમ્બર સુધી લંબાવવામાં આવી હતી. આવી સ્થિતિમાં જો તમે એવું માની રહ્યા છો કે આવકવેરા વિભાગ ફરીથી કરદાતાને થોડી છૂટ આપશેતો તેમની સંભાવનાઓ ખૂબ જ ઓછી છે. આવકવેરા વતી ટ્વીટ કરીને કહેવામાં આવ્યું છે કે ’30 જુલાઈ 2022 સુધીમાં 5 કરોડથી વધુ લોકોએ તેમનો ITR ફાઈલ કર્યો હતો.
વર્ષ 2022-23 માટે ITR ફાઈલ કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ 2022 છે. આવી સ્થિતિમાં, જો તમે હજી સુધી તમારું ITR ફાઇલ કર્યું નથી, તો તરત જ કરો અને લેટ ફી ટાળો. આ ટ્વીટથી લગભગ સ્પષ્ટ થઈ ગયું છે કે આ વખતે આવકવેરા વિભાગ કોઈ છૂટ કે તારીખ લંબાવવાનું નથી.
ADVERTISEMENT