Gold-Silver Rate Today: તહેવારો નજીક આવે છે તેમ સોના-ચાંદીના ભાવમાં હળવી હળવી ચમક આવી રહી છે. શ્રાવણ માસનું બીજું અઠવાડિયું શરૂ થઈ ગયું છે અને તેની સાથે જ બે દિવસમાં રૂ. 750 મોંઘુ થયું છે. અમદાવાદમાં ગઇકાલે સોનું રૂ. 500 મોંઘું થયા બાદ આજે ફરી પાછા રૂ. 250-300 વધ્યા છે. કોમોડિટી બજારમાં ભાવમાં હજુ પણ ઘટાડા જોવા મળી રહ્યો છે પરંતુ આજે શરાફા બજારમાં ભાવમાં તેજી જોવા મળી હતી. એટલા માટે બજારમાં નિષ્ણાતોનું માનવું છે કે હાલ સોનું કે ચાંદી ખરીદવું હોય તો ખરીદી લેજો કારણ કે આગામી સમયમાં તેમાં ઉછાળો આવવાની શક્યતા છે. તો ચાલો જાણીએ આજનો 10 ગ્રામ સોનાનો ભાવ શું છે?
ADVERTISEMENT
સોનાના ભાવમાં વધારો
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA) અનુસાર, મંગળવારે 24 કેરેટ સોનાનો 10 ગ્રામનો ભાવ રૂ. 482 વધીને રૂ. 70,372 થયો હતો. ગઈકાલે તેની કિંમત 69,890 રૂપિયા પ્રતિ દસ ગ્રામ હતી. જો કે, એક કિલો ચાંદી 526 રૂપિયા ઘટીને 80,598 રૂપિયા પ્રતિ કિલો પર આવી ગઈ છે. ગઈકાલે ચાંદીનો ભાવ 81,124 રૂપિયા પ્રતિ કિલો હતો. જો અમદાવાદની વાત કરવામાં આવે તો સોનાનો ભાવ 22 કેરેટનો રૂ. 64760 અને 24 કેરેટનો રૂ. 70640 છે.
MCX સોના-ચાંદીનો ભાવ શું છે?
કોમોડિટી માર્કેટમાં MCX સોના અને ચાંદીના ભાવમાં સુસ્તી જોવા મળી રહી છે. MCX પર ગોલ્ડ ફ્યૂચર 88 રૂપિયા તૂટીને 70,650 રૂપિયા પ્રતિ 10 ગ્રામ આસપાસ ટ્રેડ થતો જોવા મળ્યો. જ્યારે કાલે 70,738 રૂપિયા પર ક્લોઝ થયું હતું. જ્યારે ચાંદી 463 રૂપિયા તૂટીને 81,161 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર હતું જે કાલે 81,624 રૂપિયા પર બંધ થયું હતું.
ચાર મોટા મેટ્રો શહેરોમાં સોનાની કિંમત (પ્રતિ 10 ગ્રામ)
ADVERTISEMENT