Anant Ambani and Radhika's pre-wedding: દુનિયાના ટોપ ધનિકોની યાદીમાં નામ ઘરાવતા અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના ચેરમેન મુકેશ અંબાણી ઘરે શુભપ્રસંગની ઘડી આવી ગઈ છે. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નની તારીખ હવે જાહેર થશે, પણ એ પહેલાં લગ્ન જેવો જ ભવ્ય પ્રસંગ પ્રી-વેડિંગનું આયોજન કરવામાં આવ્યું છે.
ADVERTISEMENT
જામનગરના આંગણે ઉજવાશે અંબાણી પરિવાર ભવ્ય પ્રસંગ
અંબાણી પરિવાર પહેલીવાર જામનગરના આંગણે આ ભવ્ય પ્રસંગની ઉજવણી કરશે. 1 માર્ચ શુક્રવારથી 3 માર્ચ, રવિવાર સુધી ત્રણ દિવસ પ્રી-વેડિંગ ઊજવાશે અને અતિથિઓને આ માટેનાં આમંત્રણ મોકલી દેવાયાં છે. અતિથિઓને આમંત્રણની સાથે-સાથે વોર્ડરોબ પ્લાનર અને કેટલીક માહિતીનું ડેકોરેટિવ કાર્ડ પણ મોકલાયું છે. આ ત્રણ દિવસ જામનગરમાં દેશ-દુનિયામાંથી ઘનિકો, સેલેબ્સ સહીત અનેક રાજનેતાઓને આમંત્રણ આપવામાં આવ્યાં છે.
પ્રી-વેડિંગ ગેસ્ટલિસ્ટ
મેટાના સીઈઓ માર્ક ઝુકરબર્ગ
મોર્ગન સ્ટેનલીના સીઈઓ ટેડ પિક
માઇક્રોસોફ્ટના સ્થાપક બિલ ગેટ્સ
ડિઝનીના સીઇઓ બોબ આઇગર
બ્લેકરોકના સીઈઓ લેરી ફિંક
એડનોકના સીઈઓ સુલતાન અહમદ અલ જાબેર
ઇએલ રોથ્સચાઇલ્ડ ખુરશી લિન ફોરેસ્ટર ડી રોથ્સચાઇલ્ડ
બેંક ઓફ અમેરિકાના ચેરમેન બ્રાયન થોમસ મોયનિહાન
બ્લેકસ્ટોનના અધ્યક્ષ સ્ટીફન શ્વાર્ઝમેન
કતારના વડા મોહમ્મદ બિન અબ્દુલરહેમાન બિન જસીમ અલ થાની
એડોબના સીઈઓ શાંતનુ નરાયેન
લ્યુપા સિસ્ટમ્સના સીઈઓ જેમ્સ મર્ડોક
હિલહાઉસ કેપિટલના સ્થાપક ઝાંગ લેઈ
બીપીના ચીફ એક્ઝિક્યુટિવ મરે ઓચીન્ક્લોસ
એક્સરના સીઈઓ જ્હોન એલકાન
બ્રુકફિલ્ડ એસેટ મેનેજમેન્ટ સીઈઓ બ્રુસ ફ્લેટ
ADVERTISEMENT