નવી દિલ્હી: અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડે મંગળવારે ચાલુ નાણાકીય વર્ષના ત્રીજા ત્રિમાસિક ગાળાના પરિણામો જાહેર કર્યા છે. આ સમયગાળા દરમિયાન કંપનીનો કોન્સોલિડેટેડ ચોખ્ખો નફો રૂ. 820 કરોડ રહ્યો છે. કંપનીએ ડિસેમ્બર ક્વાર્ટરમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. ગયા વર્ષના સમાન ત્રિમાસિક ગાળામાં અદાણી એન્ટરપ્રાઇઝે રૂ. 11.63 કરોડની ખોટ નોંધાવી હતી. પરંતુ આ વર્ષના ડિસેમ્બર ક્વાર્ટરમાં અદાણી એન્ટરપ્રાઇઝે સારો નફો કર્યો છે.
ADVERTISEMENT
ત્રિમાસિક પરિણામો બાદ અદાણી એન્ટરપ્રાઇઝના શેરમાં પણ જોરદાર ઉછાળો જોવા મળી રહ્યો છે. હિંડનબર્ગનો રિપોર્ટ આવ્યા બાદ અદાણી એન્ટરપ્રાઈઝના શેર એક જ દિવસમાં 35 ટકાથી વધુ તૂટ્યા હતા. આજે પરિણામ આવ્યા બાદ અદાણી એન્ટરપ્રાઈઝના શેરમાં 4 ટકા સુધીનો ઉછાળો નોંધાયો હતો.
માર્જિનમાં પણ વધારો થયો
ડિસેમ્બર ક્વાર્ટરમાં કંપનીની કોન્સોલિડેટેડ આવક વાર્ષિક ધોરણે વધીને રૂ. 26,612 કરોડ થઈ છે. ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં કંપનીની આવક રૂ. 18,758 કરોડ હતી. ડિસેમ્બર ક્વાર્ટરમાં અદાણી એન્ટરપ્રાઈઝના માર્જિનમાં પણ વધારો જોવા મળ્યો છે. વાર્ષિક ધોરણે કંપનીનું માર્જિન 4.1 ટકાથી વધીને 6.1 ટકા થયું છે. ડિસેમ્બર ક્વાર્ટરમાં કંપનીના ખર્ચમાં વધારો થયો છે. વાર્ષિક ધોરણે ખર્ચ વધીને 26,171 કરોડ થયો છે. એક વર્ષ પહેલા તે 19,047.7 કરોડ હતો.
આ પણ વાંચો: શું છે BBC ડોક્યૂમેન્ટ્રીનો વિવાદઃ ચાલો જાણીએ સંપૂર્ણ વિગતો
અદાણીની 10 કંપની શેરબજારમાં લિસ્ટેડ
24મી જાન્યુઆરીએ અમેરિકન રિસર્ચ ફર્મ હિંડનબર્ગના રિપોર્ટ બાદ અદાણી ગ્રુપની કંપનીઓના શેર એવી રીતે તૂટી ગયા હતા કે માર્કેટ કેપિટલાઇઝેશન લગભગ અડધું થઈ ગયું હતું. શેરોના ઘટાડાને કારણે, અદાણી ગ્રૂપે તેની ફ્લેગશિપ કંપની અદાણી એન્ટરપ્રાઇઝિસની રૂ. 20,000 કરોડની સંપૂર્ણ સબ્સ્ક્રાઇબ કરેલી FPO પાછી ખેંચી લેવી પડી હતી. હિન્ડેનબર્ગનો અહેવાલ 24 જાન્યુઆરીએ પ્રકાશિત થયો હતો. તે પછી, 13 ફેબ્રુઆરી સુધી, અદાણી જૂથના શેરની માર્કેટ મૂડી 53 ટકા ઘટી છે. અદાણી ગ્રુપની કુલ 10 કંપનીઓ શેરબજારમાં લિસ્ટેડ છે.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT