Share Market: જેપી ઈન્ફ્રાટેક કંપની (JP Infratech)ની નાદારીના કારણે તેના શેરનું ટ્રેડિંગ બંધ કરી દેવામાં આવ્યું હતું. તેના શેરની છેલ્લી કિંમત 1.27 રૂપિયા હતી. સુરક્ષા ગ્રુપે ગયા મહિને એપેલેટ ટ્રિબ્યુનલ NCLAT પાસેથી મંજૂરી મળ્યા બાદ જે.પી ઇન્ફ્રાટેક લિમિટેડ (JIL)નો કંટ્રોલ પોતાના હાથમાં લઈ લીધો હતો. તેઓ હવે જે.પી ઇન્ફ્રાટેક લિમિટેડ (JIL)ને સ્ટોક એક્સચેન્જમાંથી હટાવશે, જેના માટે સુરક્ષા ગ્રુપે જેપી ઈન્ફ્રાટેક લિમિટેડમાં રૂ. 125 કરોડની ઈક્વિટી મૂડી પણ લગાવી છે.
ADVERTISEMENT
શેરધારકોનું શું થશે?
શેરબજારમાંથી ડિલિસ્ટ કરાયા બાદ શેરધારકોના પૈસા ચૂકવવામાં આવશે. બોર્ડ ઓફ ડિરેક્ટર્સે પેમેન્ટ કરવામાં આવનારા તમામ શેર ધારકોના નામ નક્કી કર્યા છે. આ માટેની રેકોર્ડ ડેટ 21 જૂન, 2024 નક્કી કરવામાં આવી છે. સુરક્ષા ગ્રુપે જાહેર કરાયેલા શેર નિષ્ક્રિય નહીં થાય.
NCLTએ સુરક્ષા રિયલ્ટીની બોલી પર લગાવી મહોર
નોંધનીય છે કે, NCLTએ 24 મેના રોજ જેપી ઇન્ફ્રાટેક લિમિટેડને હસ્તગત કરવા માટે સુરક્ષા રિયલ્ટી તરફથી લગાવવામાં આવેલી બોલી પર મહોર લગાવી હતી. સાથે જ ખેડૂતોને વળતર તરીકે યમુના યીડાને 1,334 કરોડ રૂપિયા ચૂકવવાનો નિર્દેશ પણ આપવામાં આવ્યો હતો.
ADVERTISEMENT