NPS ના બદલાયા આ નિયમો, તમારું પણ એકાઉન્ટ હોય તો આ ખાસ જાણી લેજો

PoP Charges are Changed : નેશનલ પેન્શન સ્કીમ (NPS) માં પોઈન્ટ ઓફ પ્રેઝન્સ (PoP) સાથે સંબંધિત ચાર્જનું સ્ટ્રક્ચર બદલવામાં આવ્યું છે. આ બદલાવ પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (PFRDA) દ્વારા કરવામાં આવ્યા છે.

 PoP Charges are Changed

NPS માં એકાઉન્ટ હોય તો આ ખાસ જાણી લો

follow google news

PoP Charges are Changed :  નેશનલ પેન્શન સ્કીમ (NPS) માં પોઈન્ટ ઓફ પ્રેઝન્સ (PoP) સાથે સંબંધિત ચાર્જનું સ્ટ્રક્ચર બદલવામાં આવ્યું છે. આ બદલાવ પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (PFRDA) દ્વારા કરવામાં આવ્યા છે. વાસ્તવમાં, PFRDAનું કામ NPSને રેગ્યુલેટ કરવાનું છે. PFRDAએ ચાર્જ સ્ટ્રક્ચર સંબંધિત નિયમોમાં ફેરફાર કરવા માટે એક પરિપત્ર પણ બહાર પાડ્યો છે.

જાણો શું છે PoP

ગ્રાહકો NPS એકાઉન્ટ ખોલાવી શકે અને સરળતાથી ઓપરેટ કરી શકે, તે માટેની જવાબદારી PoPની હોય છે. તેમની નિયુક્તિ PFRDA દ્વારા કરવામાં આવે છે. PoPનું એક બ્રાન્ચ નેટવર્ક હોય છે, જેને PoP-SP કહેવામાં આવે છે. PoP-SP એવો પહેલો પોઈન્ટ હોય છે, જેના દ્વારા ગ્રાહક અને NPS એકબીજાનો સંપર્ક કરી શકે છે. ગ્રાહકોને સર્વિસ પૂરી પાડવા બદલ PoP કેટલીક ફી લે છે. 

ફીની લિમિટ કરાઈ નક્કી

સર્વિસ પ્રોવાઈડર જે ફી લેશે, ફેરફાર તેમાં જ કરવામાં આવ્યો છે. વાસ્તવમાં પહેલા PoP જે ચાર્જ લેતા હતા, તેમાં કોઈ લિમિટ નહોતી. આ માટે ગ્રાહકો PoP સાથે ભાવતાલ કરતા હતા. હવે આ ફીની મિનિમમ અને મેક્સિમમ લિમિટ નક્કી કરવામાં આવી છે.  

બદલાયા આ નિયમો

જો કોઈ શખ્સ NPSમાં શરૂઆતી રજિસ્ટ્રેશન કરાવે છે તો તેને  PoPને 200થી 400 રૂપિયા સુધી આપવા પડશે. શરૂઆતી કંટ્રીબ્યૂશન પર 0.50 ટકા સુધી ચાર્જ આપવો પડશે. જોકે, આ ચાર્જ 30 રૂપિયાથી 25 હજાર રૂપિયાની વચ્ચે હશે. 

    follow whatsapp