Rules Change From 1 May 2024: દર મહિનાની પહેલી તારીખે દેશભરમાં ઘણા ફેરફારો થાય છે. આ ફેરફારોની સીધી અસર સામાન્ય માણસના ખિસ્સા પર પડે છે. એપ્રિલ મહિનો પૂરો થવા જઈ રહ્યો છે અને ટૂંક સમયમાં મે મહિનો શરૂ થશે. 1 મેથી એવા ઘણા ફેરફારો થવા જઈ રહ્યા છે, જે સામાન્ય માણસના રોજિંદા જીવન સાથે સંબંધિત છે. LPG ગેસ સિલિન્ડરથી લઈને GST સુધી એવી ઘણી વસ્તુઓમાં ફેરફાર થવા જઈ રહ્યા છે. જાણો 1 મેથી કયા ફેરફારો થવાના છે?
ADVERTISEMENT
LPG ગેસ સિલિન્ડરની કિંમત
ભારતમાં LPG સિલિન્ડરની કિંમત દર મહિનાની પહેલી તારીખે બદલાય છે. એલપીજી સિલિન્ડરની કિંમત ઓઈલ માર્કેટિંગ કંપનીઓ નક્કી કરે છે. 14 કિલોના ઘરેલુ અને 19 કિલોના કોમર્શિયલ સિલિન્ડરની કિંમતો નક્કી કરવામાં આવે છે. તમને જણાવી દઈએ કે કંપનીઓએ દિલ્હીમાં 2253 રૂપિયામાં મળતા ગેસ સિલિન્ડરની કિંમત ઘટાડીને 2028 રૂપિયા કરી દીધી હતી.
બેંક સાથે જોડાયેલા નિયમો
યસ બેંકની વેબસાઈટ અનુસાર, સેવિંગ્સ એકાઉન્ટના અલગ-અલગ વેરિએન્ટ્સના મિનિમમ એવરેજ બેલેન્સમાં ફેરફાર કરવામાં આવ્યો છે. એકાઉન્ટ પ્રો મેક્સમાં મિનિમમ એવરેજ બેલેન્સ 50 હજાર રૂપિયા હશે. તો મેક્સિમમ ચાર્જ માટે 1,000 રૂપિયાની લિમિટ નક્કી કરવામાં આવી છે. સેવિંગ એકાઉન્ટ પ્રો પ્લસ, Yes Essence SA, Yes Respect SAમાં હવે મિનિમમ બેલેન્સ 25 હજાર રૂપિયા હશે. આ એકાઉન્ટ માટે ચાર્જની મેક્સિમમ લિમિટ 750 રૂપિયા નક્કી કરવામાં આવી છે. આ સાથે-સાથે હવે સેવિંગ એકાઉન્ટ પ્રોમાં મિનિમમ બેલેન્સ 10,000 રૂપિયા રાખવું પડશે અને ચાર્જિસ માટે મેક્સિમમ લિમિટ 750 રૂપિયા નક્કી કરવામાં આવી છે. આ ફેરફારો પહેલી મેથી લાગુ થઈ જશે.
સિનિયર સિટીઝન માટે સ્પેશિયલ FDમાં રોકાણ
HDFC બેંક (HDFC Bank) દ્વારા ચલાવવામાં આવી રહેલી સિનિયર સિટીઝન માટે સ્પેશિયલ ફિક્સ્ડ ડિપોઝિટ સ્કીમમાં રોકાણ કરવાની છેલ્લી તારીખને લંબાવવામાં આવી છે. આ એક સ્પેશિયલ સિનિયર સિટીઝન કેર એફડી (special Senior Citizen Care FD) સ્કીમ છે, જેમાં સિનિયર સિટિઝનને ઊંચા વ્યાજ દરો (હાઈ ઈન્ટરેસ્ટ રેટ્સ)નો લાભ આપવામાં આવે છે. આ સ્કિમ મે 2020માં શરૂ કરવામાં આવી હતી. જેમાં રોકાણની છેલ્લી તારીખ 10 મે 2024 સુધી લંબાવવામાં આવી છે.
બેંક ફીમાં વધારો કરશે
ICICI બેંકે પણ સેવિંગ એકાઉન્ટ સાથે સંબંધિત સર્વિસ ચાર્જના નિયમોમાં ફેરફાર કર્યો છે. હવે ડેબિટ કાર્ડ માટે ગ્રાહકોએ શહેરી વિસ્તારોમાં 200 રૂપિયા અને ગ્રામીણ વિસ્તારોમાં 99 રૂપિયાની વાર્ષિક ફી ચૂકવવી પડશે. આ સાથે-સાથે હવે બેંકની 25 પેજની ચેકબુક માટે કોઈ ફી ચૂકવવાની રહેશે નહીં. જોકે, આ પછી ચેક દીઠ 4 રૂપિયાની ફી ચૂકવવી પડશે. બેંકે તેની સત્તાવાર વેબસાઈટ પર માહિતી આપી હતી કે આ ફેરફારો 1 મે, 2024થી અમલમાં આવશે. IMPS દ્વારા પૈસા ટ્રાન્સફર કરવા પર 1,000 રૂપિયા ટ્રાન્સફર કરવા પર 2.50 રૂપિયા દરેક ટ્રાન્ઝેક્શન પર ચૂકવવા પડશે.
ADVERTISEMENT