Share Market: શેરબજાર માટે ફેબ્રુઆરી મહિનો મિશ્ર રહ્યો હતો. આ સમયગાળા દરમિયાન ઈક્વિટી ઈન્ડેક્સ BSE સેન્સેક્સ લગભગ એક ટકા વધ્યો હતો, જ્યારે મિડકેપ ઈન્ડેક્સમાં એક ટકાનો વધારો નોંધાયો હતો. પરંતુ આ સમયગાળા દરમિયાન BSE સ્મોલકેપ ઈન્ડેક્સ 1.09% ઘટ્યો હતો. જો કે, આ બધાની વચ્ચે, BSE પર ઓછામાં ઓછા 13 શેરો લિસ્ટેડ હતા, જેમની માર્કેટ કેપ એક મહિનામાં બમણી થઈ ગઈ હતી, એટલે કે, ફેબ્રુઆરી દરમિયાન શેર્સમાં 100 ટકાથી વધુનો વધારો નોંધાયો હતો.
ADVERTISEMENT
ફેબ્રુઆરીમાં FIIએ 1539 કરોડના શેર ખરીદ્યા
જો આપણે આંકડાઓ પર નજર કરીએ તો, ફેબ્રુઆરીમાં ફોરેન ઈન્સ્ટીટ્યૂશનલ ઈન્વેસ્ટર્સ (FII) એ લગભગ રૂ.1,539 કરોડના શેર ખરીદ્યા હતા. જ્યારે વિદેશી રોકાણકારોએ જાન્યુઆરી મહિનામાં કુલ રૂ.25,000 કરોડના શેર વેચ્યા હતા.
આ 13 શેરના ભાવ એક મહિનામાં બમણા થયા
- NDA સિક્યોરિટીઝના શેરમાં 188%નો વધારો નોંધાયો હતો, જે સૌથી વધુ છે.
- કિસાન મોલ્ડિંગ્સના શેરમાં લગભગ 170%નો વધારો જોવા મળ્યો હતો.
- RS સોફ્ટવેરના શેરમાં લગભગ 141%નો ઉછાળો આવ્યો.
- કેસર ઈન્ડિયાના શેરમાં લગભગ 140%નો વધારો નોંધાયો હતો.
- આનંદ લક્ષ્મી સ્પિનિંગ મિલ્સના શેરમાં એક મહિનામાં લગભગ 135%નો ઉછાળો આવ્યો છે.
- જયભારત ક્રેડિટના શેરમાં 133%નો ઉછાળો આવ્યો છે.
- શક્તિ પ્રેસનો શેર ગયા મહિને 120% વધ્યો હતો.
- HB લીઝિંગ એન્ડ ફાઇનાન્સ કંપનીના શેરમાં લગભગ 118 ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો.
- છેલ્લા એક મહિના દરમિયાન જુબિલન્ટ ઇન્ડસ્ટ્રીઝના શેરમાં 112 ટકાનો વધારો થયો છે.
- ASM ટેક્નોલોજીના શેરમાં 100 ટકાથી વધુનો વધારો નોંધાયો છે.
- Shreechem Resins નો શેર પણ 100 ટકાથી વધુ વધ્યો હતો.
- Acceleratebs India ના શેરમાં 100 ટકાનો વધારો થયો છે.
- Duroply Industries શેરમાં પણ 100%નો વધારો થયો છે.
તમને જણાવી દઈએ કે, માર્કેટ રેગ્યુલેટર સેબીએ એસેટ મેનેજરોને તેમના સ્મોલ અને મિડ-કેપ ફંડ્સ સાથે સંકળાયેલા જોખમો વિશે રોકાણકારોને વધુ માહિતી આપવા જણાવ્યું છે.
દરમિયાન, બ્રોકરેજ MK ગ્લોબલ ફાઇનાન્શિયલ સર્વિસિસનું કહેવું છે કે નિફ્ટી ટૂંક સમયમાં 24000 પોઇન્ટને સ્પર્શી શકે છે. હાલમાં તે 22300 પોઈન્ટની આસપાસ છે, એટલે કે અહીંથી લગભગ 8 ટકાનો વધુ વધારો શક્ય છે. ઇન્ડેક્સની સાથે પસંદગીના શેર્સમાં પણ વધારો થવાની શક્યતા છે.
(નોંધઃ શેરબજારમાં રોકાણ કરતા પહેલા, ચોક્કસ નાણાકીય સલાહકારની મદદ લો)
ADVERTISEMENT