નવી દિલ્હી: લાંબા સમયથી એવી અટકળો ચાલી રહી હતી કે સરકાર કેન્દ્રીય કર્મચારીઓ માટે આઠમા પગાર પંચની રચના કરશે કે નહીં. પરંતુ હવે સરકારે બધું સાફ કરી દીધું છે. કેન્દ્રીય કર્મચારીઓના DAમાં વધારા અંગે સરકારે સંસદમાં આઠમા પગાર પંચને વિગતવાર સમજાવ્યું છે. નાણા રાજ્ય મંત્રી પંકજ ચૌધરીએ લોકસભામાં એક લેખિત જવાબમાં સરકારી કર્મચારીઓના પગાર સંબંધિત અનેક સવાલોના જવાબ આપ્યા હતા.
ADVERTISEMENT
ચૌધરીએ એક પ્રશ્નના લેખિત જવાબમાં જણાવ્યું હતું કે, “કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે આઠમા કેન્દ્રીય પગાર પંચની રચના અંગે સરકાર સાથે વિચારણા હેઠળ આવી કોઈ દરખાસ્ત નથી, જેનો અમલ 1 જાન્યુઆરી, 2026 થી થઈ શકે છે”. સાથે જ તેમણે એમ પણ કહ્યું કે એવું નથી કે આઠમા પગાર પંચની રચના નહીં થાય. સરકારે ફેબ્રુઆરી 2014માં સાતમા પગાર પંચની રચના કરી હતી. પેનલની ભલામણો 1 જાન્યુઆરી, 2016થી અમલમાં આવી હતી.
પંકજ ચૌધરીને પૂછવામાં આવ્યું કે મોંઘવારીને જોતા સરકારી કર્મચારીઓના પગારમાં વધારો કરવા માટે સરકાર શું કરી રહી છે? આ પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું કે કર્મચારીઓને મોંઘવારી ભથ્થું આપવામાં આવે છે. ઔદ્યોગિક કામદારો માટે ઓલ ઈન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇઝ ઇંડેક્સ (AICPI)ના આધારે ફુગાવાના દરની ગણતરી કરવામાં આવે છે. તેના આધારે કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં દર છ મહિને ફેરફાર કરવામાં આવે છે.
માર્ચમાં ડીએમાં 3 ટકા વધાર્યા
ફુગાવાનો દર રિઝર્વ બેન્ક દ્વારા નિર્ધારિત લક્ષ્યાંક કરતાં સતત ઊંચો છે. જૂનમાં છૂટક ફુગાવો 7.01 ટકા હતો. જુલાઈ મહિનાના આંકડા હજુ આવવાના બાકી છે. મોંઘવારી દરના આંકડાને જોતા એવું કહેવામાં આવી રહ્યું છે કે સરકાર ટૂંક સમયમાં કેન્દ્રીય કર્મચારીઓના ડીએમાં 4 ટકાનો વધારો કરી શકે છે. હાલમાં કેન્દ્રીય કર્મચારીઓને 34 ટકાના દરે ડીએ મળી રહ્યો છે. સરકારે માર્ચ 2022માં ડીએમાં 3 ટકાનો વધારો કર્યો હતો.
ડી.એમાં થઈ શકે છે વધારો
નાણા રાજ્ય મંત્રીએ ગૃહમાં જણાવ્યું હતું કે કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં દર છ મહિને ફેરફાર કરવામાં આવે છે. આ રીતે માર્ચ મહિનાના વધારા બાદ ઓગસ્ટમાં છ મહિના પૂર્ણ થયા છે. આવી સ્થિતિમાં, બની શકે છે કે સરકાર આ મહિને કેન્દ્રીય કર્મચારીઓના ડીએ વધારવાનો નિર્ણય લઈ શકે છે.
ADVERTISEMENT