વિશ્વ બેંકે 2023 માટે વૈશ્વિક વૃદ્ધિ દરની આગાહીમાં ઘટાડો કર્યો, જે ત્રણ દાયકામાં સૌથી નબળી આર્થિક વૃદ્ધિ

દિલ્હીઃ વિશ્વ બેંકે મંગળવારે તેના વાર્ષિક અહેવાલમાં જણાવ્યું હતું કે તેણે 2023 માટે વૈશ્વિક વૃદ્ધિનું અનુમાન અગાઉના ત્રણ ટકાથી ઘટાડીને 1.7 ટકા કર્યું છે. મીડિયા…

gujarattak
follow google news

દિલ્હીઃ વિશ્વ બેંકે મંગળવારે તેના વાર્ષિક અહેવાલમાં જણાવ્યું હતું કે તેણે 2023 માટે વૈશ્વિક વૃદ્ધિનું અનુમાન અગાઉના ત્રણ ટકાથી ઘટાડીને 1.7 ટકા કર્યું છે. મીડિયા અહેવાલો પ્રમાણે નાણાકીય સંસ્થાએ એમ પણ કહ્યું હતું કે વિશ્વની અગ્રણી અર્થવ્યવસ્થાઓ (યુએસ, ચીન અને યુરોપ)ના વિકાસ દરમાં ઘટાડાને કારણે વૈશ્વિક અર્થતંત્ર ચાલુ વર્ષમાં મંદીની નજીક હશે.

અમેરિકા મંદીથી બચી શકે
જો વિશ્વ બેંક દ્વારા જાહેર કરાયેલા રિપોર્ટમાં કરવામાં આવેલી આગાહી સાચી સાબિત થાય છે, તો ત્રણ દેશોમાં આ ત્રીજી વખત હશે, જ્યારે આર્થિક વૃદ્ધિ સૌથી નબળી હશે. અગાઉ, 2008ની વૈશ્વિક નાણાકીય કટોકટી, 2020ની કોરોના મહામારીના કારણે વૈશ્વિક વિકાસ દરમાં મોટો ઘટાડો થયો હતો. રિપોર્ટ અનુસાર અમેરિકા આ ​​વર્ષે મંદીથી બચી શકે છે. જો કે તેનો વિકાસ દર માત્ર 0.5 ટકા રહેવાનો અંદાજ છે.

આ દેશોમાં સર્જાશે રોકાણની કટોકટી
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે કોરોના મહામારી અને યુક્રેનના સંઘર્ષને કારણે અમેરિકામાં સપ્લાય ચેનમાં વિક્ષેપ આવી શકે છે. યુરોપને ચીનની નબળી અર્થવ્યવસ્થાનો માર સહન કરવો પડી શકે છે. તે વધુમાં જણાવે છે કે યુએસ અને યુરોપમાં વધતા વ્યાજ દરો ગરીબ દેશોમાંથી રોકાણ આકર્ષશે, જેના કારણે આ દેશોમાં રોકાણની કટોકટી સર્જાશે.

જે લોકો ભૂખે મરતા હોય તેમણે મેચ જોવાની જરૂર નથી, મોંઘી ટિકિટો પર મંત્રીનું વિવાદાસ્પદ નિવેદન

ભારતીય ટીમ તાજેતરમાં શ્રીલંકા સામે ત્રણ વન-ડે શ્રેણી તેમના જ ઘરમાં રમી રહી છે. આ સીરિઝ હેઠળ છેલ્લી મેચ 15 જાન્યુઆરીએ તિરુવનંતપુરમના ગ્રીનફિલ્ડ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે. આ મેચની ટિકિટની કિંમત ઘણી વધારે રાખવામાં આવી છે. આ મોંઘી ટિકિટોના કારણે કેરળની રાજ્ય સરકાર ટીકાનો સામનો કરી રહી છે. પરંતુ આ દરમિયાન કેરળના સ્પોર્ટ્સ મિનિસ્ટર વી અબ્દુર્રહિમે વિવાદાસ્પદ નિવેદન આપીને મોંઘવારીની આગને ભડકાવી દીધી છે. રમતગમત મંત્રીએ કહ્યું છે કે ભૂખે મરતા લોકોએ મેચ જોવાની જરૂર નથી.

ઉત્તરાયણ પહેલા જાણો કે પંતગ ચગાવવા પૂરતો પવન ફૂંકાશે કે નહીં, હવામાન વિભાગે કહ્યું કે…

ઉત્તરાયણ રસિકોમાં સારા સમાચાર સામે આવી રહ્યા છે. હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે આ વખતે સારો પવન ફૂંકાઈ શકે છે. પતંગ રસિકો ઉત્તરાયણની મોજ માણી શકે છે. એટલું જ નહીં જોકે આગામી 3 દિવસમાં ભારેથી અતિભારે ઠંડી પડવાની સંભાવના પણ જોવા મળી રહી છે. જોકે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની શું અસર પડશે એના પર પણ નજર કરીએ.

    follow whatsapp