Chandrababu Naidu Family Wealth: આંધ્ર પ્રદેશમાં ચંદ્રબાબુ નાયડુ (Chandrababu Naidu) ની પાર્ટી TDPના સત્તામાં આવ્યા બાદ અને લોકસભાની ચૂંટણીમાં NDAને બહુમતી મળ્યા બાદ નાયડુ સાથે સંકળાયેલી કંપની Heritage Foodsના શેરમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો. જેના કારણે નાયડુના પરિવારની સંપત્તિમાં રેકોર્ડ વધારો થયો હતો. જોકે, હવે હેરિટેજ ફૂડ્સના શેરમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે. જેના કારણે ચંદ્રબાબુ નાયડુના પુત્ર અને તેમની પત્નીને પણ નુકસાન થયું છે.
ADVERTISEMENT
5 ટ્રેડિંગ દિવસમાં 20 ટકાથી વધુનો ઘટાડો
છેલ્લા પાંચ ટ્રેડિંગ દિવસોમાં હેરિટેજ ફૂડ્સના શેર (Heritage Foods Shares)માં 20 ટકાથી વધુનો ઘટાડો થયો છે. શુક્રવારે Heritage Foodsનો શેર 3 ટકાના ઘટાડા સાથે રૂ.578 પર બંધ થયો હતો. જ્યારે આ શેર ચર્ચામાં હતો, ત્યારે માત્ર 12 દિવસમાં જ ડબલ રિટર્ન આપ્યું હતું. છેલ્લા એક મહિનામાં તેણે માત્ર 61 ટકા જ રિટર્ન આપ્યું હતું. આ શેરનું 52 સપ્તાહનું હાઈ લેવલ 727.35 રૂપિયા છે અને લો લેવલ 208.20 રૂપિયા પ્રતિ શેર છે.
નાયડુ પરિવાર પાસે કેટલા છે શેર?
જો આપણે હેરિટેજ ફૂડ્સ લિમિટેડના શેર હોલ્ડિંગ પેટર્ન પર નજર કરીએ તો જાન્યુઆરી અને માર્ચ 2024 દરમિયાન ચંદ્રાબાબુ નાયડુના પત્ની નારા ભુવનેશ્વરીની હેરિટેજ ફૂડ્સના સૌથી વધારે 2,26,11,525 શેર છે, જે કંપનીની કુલ હિસ્સાના 24.37 ટકા છે. ચંદ્રબાબુ નાયડુના પુત્ર નારા લોકેશની આ કંપનીમાં 1,00,37,453 શેર અથવા 10.82 ટકા હિસ્સેદારી છે. આ ઉપરાંત તેમની પુત્રવધૂ અને અન્ય સભ્યોની પણ આ કંપનીમાં ભાગીદારી છે. હેરિટેડ ફૂડમાં પરિવારની પાસે કુલ 3,31,36,005 શેર અથવા 35.71 ટકા ભાગીદારી છે.
પાંચ દિવસમાં આટલું થયું નુકસાન
છેલ્લા સપ્તાહ દરમિયાન હેરિટેજ ફૂડ્સના શેરમાં લગભગ 21 ટકા અથવા રૂ. 150નો ઘટાડો થયો છે. આવી સ્થિતિમાં ચંદ્રબાબુ નાયડુની પત્નીને અંદાજે 339 કરોડ રૂપિયા અને પુત્ર નારા લોકેશને 150 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. નાયડુ પરિવારને કુલ રૂ. 497 કરોડનું નુકસાન થયું છે.
માત્ર 12 દિવસમાં 1200 કરોડની કમાણી
23 મેના રોજ હેરિટેજ ફૂડ્સના શેર રૂ. 354.5 પર હતા, જે 10 જૂન સુધીમાં રૂ. 727.9 પર પહોંચી ગયા હતા. 10 જૂન, 2024 સુધીમાં ભુવનેશ્વરી નારાની સંપત્તિ 1631.6 કરોડ રૂપિયા હતી, જ્યારે નારા લોકેશની સંપત્તિ 724.4 કરોડ રૂપિયા હતી. હેરિટેજ ફૂડ્સમાંથી પરિવારની કુલ સંપત્તિ 2,391 કરોડ રૂપિયા હતી. આનો અર્થ એ થયો કે પરિવારની સંપત્તિમાં કુલ 12 ટ્રેડિંગ દિવસોમાં લગભગ 1,200 કરોડ રૂપિયાનો વધારો થયો હતો.
ADVERTISEMENT