નવી દિલ્હી: ડોલર સામે રૂપિયો સતત તૂટી રહ્યો છે. આજે ડોલર સામે રૂપિયો 81.90 ના રેકોર્ડ નીચલા સ્તરે ખૂલ્યો હતો. ડૉલરના મુકાબલે 81.93ના સ્તર પર કારોબાર કરી રહ્યો હતો. ડૉલરની સતત મજબૂતી, વિદેશી સંસ્થાકીય રોકાણકારો દ્વારા ભારતીય મૂડીબજારમાંથી ભંડોળ પાછું ખેંચવા અને ઈક્વિટી માર્કેટમાં વધતા જોખમને કારણે રૂપિયામાં નબળાઈ જોવા મળી રહી છે. છેલ્લા ટ્રેડિંગ સેશનમાં ડોલર સામે રૂપિયો 81.57ની સપાટી વટાવી ચૂક્યો હતો.
ADVERTISEMENT
ડોલર સામે રૂપિયો સતત તૂટી રહ્યો છે ત્યારે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની નજર રૂપિયાની મુવમેન્ટ પર છે. આવનાર દિવસોમાં આ બાબતે કોઈ નક્કર પગલાં પણ લેવાઈ શકે છે. ડોલર સામે રૂપિયો 81.9350ની સપાટીએ પહોંચ્યા બાદ 81.90 પર ટ્રેડ થતો જોવા મળ્યો હતો. એશિયન ટ્રેડિંગમાં યુએસ ડૉલર ઇન્ડેક્સ 114.68ની નવી ઊંચી સપાટીએ જોવા મળ્યો હતો. યુએસ 10-વર્ષના ટ્રેઝરી બોન્ડ યીલ્ડ 2010 પછી પ્રથમ વખત 4 ટકા સુધી પહોંચ્યો છે.
આર્થિક વૃદ્ધિ પર અસર થશે
યુએસ બોન્ડ યીલ્ડમાં વધારો અને વિકાસશીલ દેશોની કરન્સી પર ડોલરના દબાણને કારણે શક્ય છે કે આવા દેશો વ્યાજદરમાં વધુ વધારો કરે. જેના કારણે આર્થિક વૃદ્ધિ પર પણ અસર પડી શકે છે.
અન્ય દેશની કરન્સી પર પણ અસર
બુધવારે ડૉલરની મજબૂતીને કારણે ઘણા દેશોની કરન્સી નીચા સ્તરે ટ્રેડ થતી જોવા મળી હતી. ઑસ્ટ્રેલિયન ડૉલર મે 2020 પછીના સૌથી નીચા સ્તરે $0.6389 પર પહોંચ્યો હતો.
RBIની આજથી બેઠક
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ની નાણાકીય નીતિ સમીક્ષાની ત્રણ દિવસીય બેઠક આજથી શરૂ થઈ રહી છે. એવી અપેક્ષા છે કે સેન્ટ્રલ બેંક 30 સપ્ટેમ્બરે રેપો રેટમાં 0.50 ટકાનો વધારો કરી શકે છે. જો આમ થશે તો રેપો રેટ હવે 5.40 ટકાથી ઘટીને 5.90 ટકા થઈ જશે. ગયા અઠવાડિયે જ લગભગ 12 જેટલી સેન્ટ્રલ બેંકોએ વ્યાજદરમાં વધારો કર્યો હતો. બેન્ક ઓફ અમેરિકા 0.75 ટકા વધ્યો હતો.
ADVERTISEMENT