અમદાવાદ: સપ્તાહના પ્રથમ કારોબારી દિવસે શેરબજારમાં મિશ્ર શરૂઆત રહી છે. Sensex ઘટાડા સાથે ખુલ્યો છે, જ્યારે નિફ્ટી પણ ઘટાડા સાથે હવે કારોબાર કરી રહ્યો છે. આઈટી, મેટલ, ફાર્મા શેરોમાં આજે મામૂલી ઉછાળો જોવા મળી રહ્યો છે. બજારની દિગ્ગજ કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ તેજી સાથે ટ્રેડ કરી રહી છે.
ADVERTISEMENT
સેન્સેક્સ અને નિફ્ટીના હાલ
આજે BSE સેન્સેક્સ 93.48 પોઈન્ટ એટલેકે 0.16 ટકાના ઘટાડા સાથે 58,747ની સપાટી પર ખુલ્યો હતો. જ્યારે NSEનો નિફ્ટી 9.80 પોઈન્ટના વધારા સાથે 17,540ની સપાટી પર ખુલ્યો હતો. નિફ્ટીના મિડકેપ ઈન્ડેક્સ 0.50 ટકાના ઘટાડા સાથે કારોબાર કરી રહ્યા છે.
શેરબજાર પર નજર
આજે સેન્સેક્સના બજાજ ફિનસર્વ, એમએન્ડએમ, ઇન્ફોસીસ, એસબીઆઈ, ઇન્ડસઇન્ડ બેંક અને એક્સિસ બેંકના શેરમાં તેજી જોવા મળી રહી છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ગ્રીન માર્કથી રેડ માર્ક પર જઈ રહ્યો છે. આજના ધટાડા સાથે ટ્રેડિંગ કરી રહેલા શેરની વાત કરવામાં આવે તો, પાવરગ્રીડ, ITC, HDFC બેંક, HDFC, TCS, NTPC, નેસ્લે, HUL, ભારતી એરટેલ, L&T, ICICI બેંક, ટેક મહિન્દ્રા, HCL ટેક, કોટક બેંક, ટાટા સ્ટીલ, સન ફાર્મા, મારુતિ, બજાજના શેરોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. સેન્સેક્સમાં આજે ફાઇનાન્સ, ડૉ. રેડ્ડીઝ લેબ્સ, ટાઇટન, એશિયન પેઇન્ટ્સ અને અલ્ટ્રાટેક સિમેન્ટમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.
આજે મીડિયા, મેટલ, ફાર્મા, રિયલ્ટી, હેલ્થકેર અને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ સેક્ટરમાં કારોબાર ઘટાડા સાથે જોવા મળી રહ્યો છે. PSU બેંકો હવે લીલા નિશાનમાં આવી ગઈ છે અને 1.18 ટકાના ઉછાળા સાથે કારોબાર કરી રહી છે. ઓઇલ એન્ડ ગેસ સેક્ટર 0.47 ટકાના વધારા સાથે કારોબાર કરી રહ્યું છે.
ADVERTISEMENT