Ayodhya Ram mandir Pran pratishtha : રામ મંદિરના અભિષેક સમારોહમાં દેશના તમામ ઉદ્યોગપતિઓએ હાજરી આપી હતી. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી પોતાના સમગ્ર પરિવાર સાથે અયોધ્યા પહોંચ્યા હતા. આખો પરિવાર ભારે સુરક્ષા વચ્ચે એરપોર્ટથી રામ મંદિર પહોંચ્યો હતો.
ADVERTISEMENT
દેશના ટોચના ઉદ્યોગપતિ છે મુકેશ અંબાણી
Ambani Family at Ram Mandir inauguration અત્રે ઉલ્લેખનીય છે કે, દેશના સૌથી અમીર વ્યક્તિઓ પૈકી એક અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી પણ પરિવાર સાથે અયોધ્યા પહોંચ્યા હતા. તેમની પત્ની નીતા અંબાણી, પુત્રી ઈશા અંબાણી, જમાઈ આનંદ પીરામલ, પુત્રો આકાશ અંબાણી-અનંત અંબાણી અને પુત્રવધૂ શ્લોકા હાજર રહ્યા હતા. આખા પરિવારે ભગવાન રામના દર્શન કર્યા હતા, આ પ્રસંગે આખો પરિવાર ખૂબ જ ઉત્સાહિત અને ખુશ દેખાતો હતો.
મુકેશ અંબાણીએ 2.51 કરોડ રૂપિયા અર્પણ કર્યા
મુકેશ અંબાણી પરિવાર તરફથી રામ મંદિર ટ્રસ્ટને 2.51 કરોડ રૂપિયાઅર્પીત કર્યા હતા. આ અવસર પર મુકેશ અંબાણીએ કહ્યું કે, ભગવાન શ્રી રામ આવી રહ્યા છે. 22 જાન્યુઆરીએ દેશભરમાં રામ દિવાળી ઉજવવામાં આવશે. તેણે કહ્યું કે હું ભાગ્યશાળી છું કે હું આ ક્ષણનો સાક્ષી છું. તો નીતા અંબાણીએ કહ્યું, ‘પહેલા જય શ્રી રામ… આ એક ઐતિહાસિક દિવસ છે. મને ભારતીય સંસ્કૃતિ પર ગર્વ છે. ‘રામના દર્શન કરી ધન્યતા અનુભવી’
મુકેશ અંબાણી સહ:પરિવાર અયોધ્યા પહોંચ્યા
મુકેશ અંબાણીના મોટા પુત્ર આકાશ અંબાણીએ કહ્યું કે, આ દિવસ ઈતિહાસના પાનામાં લખવામાં આવશે. તો ઈશા અંબાણીએ કહ્યું- આજનો દિવસ આપણા માટે સૌથી પવિત્ર દિવસોમાંથી એક છે. ઈશા અંબાણીની સાથે તેના પતિ આનંદ પીરામલ પણ હતા, જેમણે પણ કહ્યું, જય શ્રી રામ!
અનંત અંબાણીએ કહ્યું ઐતિહાસિક ક્ષણના સાક્ષી બન્યા
મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણીએ આ પ્રસંગે કહ્યું કે, ભગવાન રામના દર્શન કરીને તેઓ ધન્ય થયા છે. તેમની સાથે રાધિકા પણ હાજર હતી. ઈશા અંબાણી પતિ સાથે અયોધ્યા પહોંચી હતી. મુકેશ અંબાણીની પુત્રી ઈશા અંબાણી પતિ આનંદ પીરામલ સાથે અયોધ્યા પહોંચી હતી. ઈશા અંબાણીએ કહ્યું કે આજનો દિવસ ખૂબ જ ખાસ છે. જ્યારે આનંદ પીરામલને આ પ્રસંગ વિશે પ્રશ્ન પૂછવામાં આવ્યો તો તેનો જવાબ હતો – જય શ્રી રામ.
અનિલ અંબાણી, બિરલા સહિત અનેક ઉદ્યોગપતિઓ પહોંચ્યા
આ સિવાય મુકેશ અંબાણીના નાના ભાઈ અનિલ અંબાણી પણ અયોધ્યા પહોંચ્યા હતા. આ પ્રસંગે અયોધ્યાને ભવ્ય રીતે શણગારવામાં આવી હતી. બિરલા ગ્રુપના ચેરમેન (આદિત્ય બિરલા ગ્રુપના ચેરમેન) કુમાર મંગલમ બિરલા પણ તેમની પુત્રી અનન્યા બિરલા સાથે શ્રી રામ જન્મભૂમિ મંદિર અયોધ્યા પહોંચ્યા હતા.
ADVERTISEMENT