નવી દિલ્હી: દેશની જનતા GSTના આકરા કર હેઠળ દટાઈ રહી છે ત્યારે સરકારે વધુ એક બોજ દેશની જનતા પર નાખ્યો છે. દેશમાં બ્રેકફાસ્ટ બ્રેડથી લઈને દૂધ સુધી લગભગ તમામ વસ્તુઓ પર GST લાદવામાં આવી રહ્યો છે. Gstથી સરકાર સતત આવક વધારી રહી છે. તો જનતા આ gstથી લૂંટાઈ રહી છે. હવે ભાડાના મકાન પણ આ ટેક્સના દાયરામાં આવી ગયા છે.
ADVERTISEMENT
હવે અમુક ખાસ સંજોગોમાં ઘરના ભાડા પર GST ચૂકવવો પડશે. આમાં, વ્યવસાય અથવા કંપનીને મકાન ભાડે આપવાની સ્થિતિમાં, GST ચૂકવવો પડશે. નિયમો અનુસાર, જો GST હેઠળ નોંધાયેલ વ્યવસાય અથવા વ્યક્તિ ભાડા પર મકાન લે છે, તો તેણે GST ચૂકવવો પડશે. અત્યાર સુધી ભાડા પર જીએસટીનો આ નિયમ માત્ર કોમર્શિયલ પ્રોપર્ટી પર જ લાગુ થતો હતો.
જાણો શું છે નિયમ
GSTના આ નિયમમાં, ભાડૂતને ચૂકવેલા ટેક્સ પર ઇનપુટ ટેક્સ ક્રેડિટનો દાવો કરવાની મંજૂરી આપવામાં આવશે. જ્યારે કોઈ વ્યક્તિ GST રજીસ્ટર કોઈ વ્યક્તિ કે સંસ્થાને ઘર ભાડે આપે છે તો ભાડૂઆતે 18 ટકા GST આપવો પડશે. જો ભાડૂઆત GST રજીસ્ટર હોય ત્યારે તેમણે કોઈ પણ પ્રકારનો GST ભરવાનો નથી આવતો. જો કોઈ કંપની અથવા કોઈ રહેણાંક પ્રોપર્ટી કોઈ કર્મચારી, ગેસ્ટ હાઉસના ઉપયોગ કે ઓફિસ માટે ઉપયોગ કરવામાં આવે તો 18 ટકા GST ચૂકવવો પડશે. જો મકાનમાલિક GSTમાં નોંધાયેલ ન હોય તો પણ આ ટેક્સ ભરવો પડશે. જો કે, જો મકાનમાલિક અને ભાડૂત બંને GSTમાં નોંધાયેલા નથી, તો ભાડા પર GSTનો આ નિયમ લાગુ થશે નહીં. આ સાથે, પહેલાની જેમ, વ્યક્તિગત ઉપયોગ માટે મકાન અથવા ફ્લેટ ભાડે રાખનારાઓએ GST ચૂકવવો પડશે નહીં.
લગ્નમાં 10 લાખ પર 1.5 લાખથી વધુનો GST
ભારતમાં તહેવારો ચાલી રહ્યા છે. દિવાળી પછી ભારતમાં લગ્નની સિઝન શરૂ થશે. આ માટે લોકોએ મેરેજ હોલ, ટેન્ટ, કેટરર્સ, વેગન વગેરેનું બુકિંગ શરૂ કરી દીધું છે. આ માટે એડવાન્સ અત્યારે ભરવાનું રહેશે અને બાકીની રકમ લગ્ન નજીક છે કે થઈ ગયા પછી ચૂકવવી પડશે. પરંતુ આ તમામ વ્યવસ્થા માટે જે પણ રકમ ચૂકવવામાં આવશે, તેના પર GSTનો બોજ અલગથી પડશે. આ બોજ એટલો મોટો છે કે જો લગ્નમાં અલગ-અલગ સેવાઓ માટે 10 લાખ રૂપિયા ખર્ચવામાં આવે છે તો આ સેવાઓ માટે 1.5 લાખથી વધુ GST ચૂકવવો પડશે. લગ્નના ગાર્ડન પર સૌથી વધુ 18% GST એટલે કે 2 લાખના લગ્ન હૉલ પર 36 હજાર GST વસૂલવામાં આવશે. 1 લાખના ટેન્ટ પર 18 હજાર GST ચૂકવવો પડશે. 1.5 લાખની કેટરિંગ પર 27 હજાર GST વસૂલવામાં આવે છે.
આ સિવાય ડેકોરેશન, બેન્ડ બાજા, ફોટો-વિડિયો, વેડિંગ કાર્ડ, બ્યુટી પાર્લર અને લાઇટિંગ પર પણ 18% GST વસૂલવામાં આવે છે. જો તમે લગ્નની ખરીદીમાં ઉપયોગમાં લેવાતી બાકીની વસ્તુઓ પરના GSTના દર પર નજર કરીએ તો કપડાં અને ફૂટવેર પર 5 થી 12 ટકા GST લાગે છે. જ્યારે સોનાના દાગીના પર 3 ટકા GST લાગે છે. મતલબ કે 3 લાખ રૂપિયાની જ્વેલરી ખરીદવા પર 6 હજાર રૂપિયા GST ચૂકવવા પડશે. તેવી જ રીતે બસ-ટેક્સી સેવા પર પણ 5 ટકા GST વસૂલવામાં આવે છે.
ADVERTISEMENT