ગુજરાત, મહારાષ્ટ્ર કે તમિલનાડુ ટેસ્લાનો પ્લાન્ટ ક્યાં સ્થપાશે? એલોન મસ્કે શરૂ કરી તૈયારી

Tesla Car In India: એવું માનવામાં આવે છે કે ખૂબ જ ટૂંક સમયમાં ટેસ્લાની એક ટીમ ભારત આવવાની છે જે અહીં કંપનીના પ્લાન્ટ માટે જમીનની શોધ કરશે.

Tesla Car In India

એલોન મસ્કે શરૂ કરી તૈયારી

follow google news

Tesla Car In India: અમેરિકાની ઈલેક્ટ્રિક કાર ઉત્પાદક કંપની ટેસ્લાની ભારતમાં એન્ટ્રીને લઈને એક નવા સમાચાર આવ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ખૂબ જ ટૂંક સમયમાં ટેસ્લાની એક ટીમ ભારત આવવાની  (Tesla owner elon musk team visit india) છે જે અહીં કંપનીના પ્લાન્ટ માટે જમીનની પસંદગી કરશે. ટેસ્લાએ તાજેતરમાં તેના નવા પ્લાન્ટ માટે અંદાજે રૂ. 16,700 કરોડથી રૂ. 25,000 કરોડના રોકાણની જાહેરાત કરી હતી.

ટેસ્લાના પ્લાન્ટ માટે જમીન શોધવાનું કામ શરૂ

ફાઈનાન્સિયલ ટાઈમ્સ (FT) ના અહેવાલ મુજબ, ટેસ્લા આ મહિને એક ટીમ ભારત મોકલવાની યોજના બનાવી રહી છે. આ ટીમ અહીં કંપનીની ફેક્ટરી માટે જમીન શોધવાનું કામ કરશે. તાજેતરમાં, ભારત સરકારે દેશમાં ઇલેક્ટ્રિક વાહનોના ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે નવી નીતિ તૈયાર કરી હતી. જે અંતર્ગત ભારત ઓછામાં ઓછા 500 મિલિયન ડોલરનું રોકાણ કરતી અને સ્થાનિક ઉત્પાદન કરતી કંપનીઓને આયાત શુલ્કમાં છૂટ આપશે. મીડિયા રિપોર્ટ્સ કહે છે કે ભારત સરકારના આ નીતિ પરિવર્તને ટેસ્લાને ભારતમાં મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ સ્થાપવાની યોજના પર વિચાર કરવા પ્રોત્સાહિત કર્યા છે. તમને જણાવી દઈએ કે ટેસ્લા અમેરિકા અને ચીનમાં મજબૂત પડકારોનો સામનો કરી રહી છે. ચીનની ઇલેક્ટ્રિક કાર ઉત્પાદક કંપની બિલ્ડ યોર ડ્રીમ (BYD) એ વાહનોના વેચાણમાં ટેસ્લાને પાછળ છોડી દીધી છે. આ કારણે ટેસ્લા ઝડપથી અન્ય બજારોમાં પોતાની પકડ મજબૂત કરવાની તૈયારી કરી રહી છે.

આ રાજ્યોમાં પ્લાન્ટ સ્થાપી શકાય છે

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે કંપની તેના નવા પ્લાન્ટના સ્થાન પર ધ્યાનથી વિચારી રહી છે. જો કે હજુ સુધી કોઈ સ્થાન નક્કી કરવામાં આવ્યું નથી, ટેસ્લા ફેક્ટરી માટે સંભવિત સૂચિ મહારાષ્ટ્ર, ગુજરાત અને તમિલનાડુ જેવા ઓટોમોટિવ હબ રાજ્યો પર ધ્યાન કેન્દ્રિત કરશે. ટેસ્લાની ભારત માટેની યોજનાઓ માત્ર ઉત્પાદન પુરતી મર્યાદિત નથી. રોઇટર્સના અહેવાલ મુજબ, કંપનીએ ભારતીય બજાર માટે અંદાજે 20 લાખ રૂપિયાની કિંમતની સૌથી સસ્તી ઇલેક્ટ્રિક કાર બનાવવાની પણ યોજના બનાવી છે. 

આ પણ વાંચો:- Weather Forecast: કાળઝાળ ગરમી વચ્ચે વાદળછાયું વાતાવરણ, જુઓ હવામાન વિભાગની નવી આગાહી

ઇલેક્ટ્રિક વાહનોની માંગ દેશમાં વધી રહી છે

ભારતીય બજારમાં ઇલેક્ટ્રિક વાહનોની માંગ ઝડપથી વધી રહી છે. ગયા વર્ષે, દેશમાં વેચાયેલા કુલ પેસેન્જર વાહનોમાં એકલા ઇલેક્ટ્રિક વાહનોનો હિસ્સો લગભગ 1.3% હતો, જે આ વર્ષે વધુ વધવાની ધારણા છે. અગાઉ, Aaj Tak સાથેની વિશિષ્ટ વાતચીતમાં, મારુતિ સુઝુકી ઈન્ડિયા લિમિટેડના સેલ્સ અને માર્કેટિંગના વરિષ્ઠ કાર્યકારી અધિકારી શશાંક શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, "ઈલેક્ટ્રિક વાહનોનો બજાર હિસ્સો, જે હાલમાં લગભગ 2.2% છે, તે વધીને 18-20 % થઈ જશે."
 

    follow whatsapp