Stock Market: જો 4 જૂને NDA સરકાર નહીં બને તો શેરબજારમાં શું થશે? એક્સપર્ટ્સની રાકાણકારોને ખાસ સલાહ

Stock Market: લોકસભા ચૂંટણી 2024ના છેલ્લા તબક્કાનું મતદાન 1 જૂને થવાનું છે. આ પછી પાર્ટીઓનું ભવિષ્ય EVM મશીનમાં કેદ થઈ જશે, જે 4 જૂનના રોજ ખુલશે. ત્યાર બાદ એ નક્કી થઈ જશે કે કોની સરકાર બનાવવા જઈ રહી છે.

 Stock Market

4 જૂને શેર માર્કેટમાં શું થશે?

follow google news

Stock Market: લોકસભા ચૂંટણી 2024ના છેલ્લા તબક્કાનું મતદાન 1 જૂને થવાનું છે. આ પછી પાર્ટીઓનું ભવિષ્ય EVM મશીનમાં કેદ થઈ જશે, જે 4 જૂનના રોજ ખુલશે. ત્યાર બાદ એ નક્કી થઈ જશે કે કોની સરકાર બનાવવા જઈ રહી છે. આવી સ્થિતિમાં ચૂંટમીના પરિણામને લઈને એક્સપર્ટે પોતાનો અભિપ્રાય આપ્યો છે અને કહ્યું છે કે જો NDA ગઠબંધન સરકાર નહીં બનાવી શકે તો માર્કેટમાં શું થશે?

...તો બજારમાં થશે 20 ટકાથી વધુનો ઘટાડો

કોટક અલ્ટરનેટ એસેટ મેનેજર્સના ચીફ ઈન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજિસ્ટ જીતેન્દ્ર ગોહિલે ચેતવણી આપી છે કે જો NDA ગઠબંધન આગામી સરકાર બનાવવામાં નિષ્ફળ જશે તો શેરબજારમાં 20 ટકાથી વધુનો ઘટાડો થઈ શકે છે અને તેને સંપૂર્ણ રીતે રિકવર થવામાં સમય લાગી શકે છે. ગોહિલે જણાવ્યું કે, આવા પરિણામની સંભાવના ઓછી છે, પરંતુ રોકાણકારો માટે તેમના પોર્ટફોલિયોમાં વિવિધતા લાવવી અને ચૂંટણી પરિણામ પહેલા જોખમ ઘટાડવું જ સમજદારીની વાત છે. 

આ પણ વાંચોઃ તમારી પાસે છે આ શેર? 4 વર્ષમાં 5500% રિટર્ન, 25થી 1400 રૂપિયાએ પહોંચી કિંમત

 

એક્ઝિટ પોલ નક્કી કરશે માર્કેટની ચાલ

3 જૂનના રોજ એક્ઝિટ પોલ પહેલા ગોહિલે જણાવ્યું કે તેમની રોકાણ સમિતિએ ઈક્વિટી પર સ્થિર વલણ જાળવી રાખ્યું છે. તેમણે કહ્યું કે અમારા મતે NDA સરકાર બનાવશે અને ભાજપને પૂર્ણ બહુમતી મળશે તેવી પૂરી સંભાવના છે. ચૂંટણી 1 જૂનના રોજ સમાપ્ત થશે અને બજાર 3 જૂનના ઓક્ઝિટ પોલ પ્રમાણે પ્રતિક્રિયા આપશે. 

ભાજપને બહુમતી બજાર માટે બેસ્ટ

ગોહિલે વધુમાં જણાવ્યું હતું કે અગાઉની 303 સીટોની સરખામણીમાં ભાજપની 10-20 સીટોની જીતથી બજારની ચાલ પર બહુ ફરક પડશે નહીં કારણ કે રોકાણકારો નીતિઓને જારી રાખનારી સ્થિર સરકારની શોધમાં છે. આ કારણોસર અમારા મતે જો ભાજપને પૂર્ણ બહુમતી મળે તો તે બજાર માટે સારું રહેશે.  

આ પણ વાંચોઃ Multibagger Stock: ACની ડિમાન્ડ વધતા જ આ કંપનીના શેર બન્યા રોકેટ, 5 દિવસમાં જ 47% રિટર્ન આપ્યું

 

જો ભાજપને નહીં મળે પૂર્ણ બહુમત

તેમણે કહ્યું કે જો ભાજપને સંપૂર્ણ બહુમતી કરતા ઓછી બેઠકો મળે છે અને તે NDA સહયોગીઓની સાથે ગઠબંધન સરકાર બનાવે છે? આ સ્થિતિમાં અમે માનીએ છીએ કે માર્કેટ 5-10 ટકા સુધી ઘટી શકે છે. જોકે, મધ્યમ ગાળામાં આનાથી બહુ ફરક નહીં પડે અને બજારમાં સુધારો થઈ શકે છે. જોકે, જો NDA સરકાર બનાવવામાં નિષ્ફળ જાય છે, તો બજાર 20 ટકાથી વધુ ઘટી શકે છે અને તેને સંપૂર્ણ રીતે રિકવર થવામાં સમય લાગશે.

આ પણ વાંચોઃ Adani-Paytm Deal: અદાણીની નજર હવે Paytm પર! GooglePay, PhonePe અને Jio Financial ને ટક્કર આપવાની તૈયારી

 

આ સેક્ટર્સમાં થશે મોટો ઘટાડો?

ગોહિલે કહ્યું કે, જો NDA સત્તામાં નહીં આવે તો PSU, કેપિટલ ગુડ્સ, ઇન્ફ્રા, ડિફેન્સને લગતા શેર્સમાં મોટી વેચવાલી થઈ શકે છે, પરંતુ IT અને FMCG સેક્ટરમાં ખરીદીમાં રસ જોવા મળી શકે છે. જ્યારે તેમણે કહ્યું કે નીતિગત ફેરફારોની ભવિષ્યવાણી કરવી મુશ્કેલ છે.

નોંધ- કોઈપણ શેરમાં પૈસા લગાવતા પહેલા માર્કેટ એક્સપર્ટની સલાહ લઈને તમારા રિસ્ક પર રોકાણ કરો. 

    follow whatsapp