Stock Market Update: શનિવાર એટલે કે આજે શેરબજારની સ્પેશિયલ ટ્રેડિંગ સેશન હતું. 18 મે, 2024 ના રોજ, શેરબજાર બે સત્રોમાં ખુલ્યું અને તેજી સાથે બંધ થયું. સેન્સેક્સ ફરી એકવાર 74000ના સ્તરને પાર કર્યું હતું. ટ્રેડિંગ દરમિયાન નિફ્ટી 35 પોઈન્ટ વધીને 22,502 પર બંધ થઈ હતી. BSE ના ટોચના 30 લિસ્ટેડ શેરમાંથી 23 શેરમાં વધારો થયો હતો. NSE માં સૌથી વધુ 2 ટકાનો વધારો થયો હતો.
ADVERTISEMENT
આજે શેબજાર શા માટે ખૂલ્યું હતું?
મિડકેપ અને બેન્કિંગ સેક્ટર પણ તેજી સાથે બંધ થયા છે. શેરબજાર શનિવારે બંધ રહે છે, પરંતુ આજે ખાસ ટ્રેડિંગ માટે ખોલવામાં આવ્યું હતું. શેરબજારમાં કોઈપણ કટોકટીનો સામનો કરવા માટેની સજ્જતા ચકાસવા માટે આ ખાસ ટ્રેડિંગનું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પેશિયલ ટ્રેડિંગ સેશનમાં ડેટાને પ્રાથમિકથી ડિઝાસ્ટર રિકવરી (DR) સાઇટ પર ખસેડવામાં આવે છે.
GPSC ના છબરડા : ઉમેદવારોનો પારદર્શિતા પર સવાલ, બે જ પરીક્ષામાં 55 થી વધુ પ્રશ્નોમાં સુધારો
બે સેશનમાં ખાસ ટ્રેડિંગ થયું
આજે બે સેશનમાં ખાસ ટ્રેડિંગ થયું હતું. પ્રથમ ટ્રેડિંગ સમય સવારે 9.15-10 વાગ્યાનો હતો, જ્યારે બીજો સમય સવારે 11:30 થી બપોરે 12:30 સુધીનો હતો. આ સત્ર દરમિયાન, તમામ સિક્યોરિટીઝ કે જેના પર ફ્યુચર્સ અને ઓપ્શન્સ પ્રોડક્ટ્સ ઉપલબ્ધ હતી તેની મહત્તમ કિંમત 5 ટકાની હશે. અગાઉ, NSE અને BSEએ 2 માર્ચે સમાન ટ્રેડિંગ સત્રો યોજ્યા હતા.
આ 10 શેરોમાં ઘણી ખરીદી હતી!
Affle India, Cochin Shipyard, IEX, HFCL, Zydus, HAL, Bharat Dynamic, Balkrishna Industries 5 ટકા ઉપરાંત Titagar Rail System અને Bharat Electronicsના શેરમાં 4 ટકાથી વધુનો વધારો થયો છે .
RCB Vs CSK Match: 18 મે અને RCB નો ગજબ સંયોગ, આજની મેચમાં કોણ ફેવરિટ? જુઓ ખાસ રેકોર્ડ્સ
સોમવારે બજાર બંધ રહેશે
શેરબજાર 20મી મે 2024 એટલે કે સોમવારે બંધ રહેશે. મુંબઈમાં લોકસભા ચૂંટણીના પાંચમા તબક્કાનું મતદાન થવા જઈ રહ્યું છે, જેના કારણે આ દિવસે કોઈ વેપાર થશે નહીં. આ ઉપરાંત વ્યવહારો પણ બંધ રહેશે. તમને જણાવી દઈએ કે શુક્રવારે પણ શેરબજારમાં ધમધમાટ જોવા મળ્યો હતો. ટ્રેડિંગના અંતે સેન્સેક્સ 253 પોઈન્ટ અથવા 0.34 ટકા વધીને 73,917.03 પર બંધ થયો હતો. નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE)નો ઈન્ડેક્સ નિફ્ટી પણ 62 પોઈન્ટ અથવા 0.28 ટકા વધીને 22,466 પોઈન્ટ પર બંધ થયો હતો.
(નોંધ- કોઈપણ શેરમાં રોકાણ કરતા પહેલા, કૃપા કરીને તમારા બજાર નિષ્ણાતની સલાહ લો.)
ADVERTISEMENT