Stock Market: સપ્તાહના ત્રીજા કારોબારી દિવસે એટલે કે આજે શેરબજારમાં ભૂકંપ આવ્યો હતો. બપોરના કારોબારમાં સેન્સેક્સ 1500 પોઈન્ટથી વધુ ઘટીને 72,515 પોઈન્ટ પર આવી ગયો હતો. તે જ સમયે, ટ્રેડિંગ દરમિયાન શેરની કિંમત 74052 રૂપિયાની ઊંચી સપાટીએ પહોંચી ગઈ. નિફ્ટીની વાત કરીએ તો તે 400થી વધુ પોઈન્ટ ઘટીને 21905 પોઈન્ટની નીચી સપાટીએ પહોંચ્યો હતો. આ મોટા ઘટાડાને કારણે રોકાણકારોને લગભગ 13 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. ટ્રેડિંગના અંતે સેન્સેક્સ 906 પોઈન્ટ ઘટીને 72,762 પર અને નિફ્ટી 338 પોઈન્ટ ઘટીને 21,998 પર છે.
ADVERTISEMENT
ધમાકેદાર શરૂઆત બાદ લપસી પડ્યું શેરબજાર
બુધવારે શેરબજારની મજબૂત શરૂઆત થઈ હતી. સેન્સેક્સ અને નિફ્ટી બંને સૂચકાંકો લીલા નિશાન પર ખુલ્યા. BSEનો 30 શેરવાળો સેન્સેક્સ 247.61 પોઈન્ટના વધારા સાથે 73,915.57 પર ખુલ્યો હતો, જ્યારે NSEનો નિફ્ટી 61.70 પોઈન્ટ સાથે 22,397.40 પર ખૂલી હતી. બજાર ખુલતાની સાથે જ લગભગ 1281 શેરમાં ઉછાળો જોવા મળ્યો હતો, જ્યારે 948 શેરમાં ઘટાડો જોવા મળ્યો હતો. આ પછી માત્ર એક કલાકમાં જ સ્થિતિ બદલાઈ ગઈ અને શેરબજાર ઝડપથી ડાઉન થવા લાગ્યું હતું. બપોરે 12 વાગ્યા સુધીમાં Sensex 690.47 પોઈન્ટના જંગી ઘટાડા સાથે 72,977.60 ના સ્તરે ટ્રેડ કરી રહ્યો હતો, જ્યારે Nifty 262.40 પોઈન્ટના ઘટાડા સાથે 22,073 ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. Bank Nifty 210 પોઈન્ટના ઘટાડા સાથે 47,072 પર ટ્રેડ થઈ રહ્યો હતો.
અદાણીના આ શેરમાં જોવા મળ્યું લાલ નિશાન
શેરબજારમાં ઘટાડાની વચ્ચે અબજોપતિ ગૌતમ અદાણીની આગેવાની હેઠળની અદાણી ગ્રૂપની લગભગ તમામ કંપનીઓના શેરમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો. અદાણી ગ્રીન એનર્જી લગભગ 9% ઘટી હતી, જ્યારે અદાણી ટોટલ ગેસ 7%, અદાણી એન્ટરપ્રાઇઝ 6%, અદાણી વિલ્મર 4%, અદાણી પોર્ટ 5%, અદાણી ગ્રીન સોલ્યુશન 4.5% અને અદાણી પાવર 5% ઘટ્યા હતા.
આ મોટી કંપનીઓના શેરમાં પણ થયો ઘટાડો
અદાણીના શેરો સિવાય અન્ય ઘટતા શેરોમાં IRFC 8%, NHPC 8%, Voda-Idea 7.5%, HAL 7%, RVNL 7%, પાવર ગ્રીડ 6%, LIC 5.5%, Paytm 5%, કોલ ઈન્ડિયા 4. %, NGC 4.5%, Tata Power 4.5%, IRCTC 4%, NTPC 5.5% લપસીને ટ્રેડ થઈ રહ્યા હતા.
સેબી ચીફની ચેતવણી
સેબીના ચીફ માધવી પુરી બુચે થોડા દિવસ પહેલા મિડકેપ અને સ્મોલકેપ શેરો અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે સેબી તેમના પર ચાંપતી નજર રાખી રહી છે. મિડકેપ અને સ્મૉલકેપ શેરોમાં ગોટાળો થવાના સંકેત મળ્યા છે. એટલું જ નહીં એસએમઆઈ આઈપીઓમાં પણ ગરબડના સંકેત દેખાઈ રહ્યા છે. તેમણે રોકાણકારોને આ અંગે સાવધ રહેવા જણાવ્યું છે. સેબીના આ નિવેદન બાદ માર્કેટનું સેન્ટિમેન્ટ બદલાયું હતું, જેની અસર એ રહી હતી કે આજે બજારમાં ભારે વેચવાલી જોવા મળી હતી. સ્મોલકેપ અને મિડકેપ ઇન્ડેક્સની સાથે સાથે બાકીના ઇન્ડેક્સમાં પણ ભારે ઘટાડો નોંધાયો છે.
ADVERTISEMENT