share market crashed: બુધવારનો દિવસ શેરબજાર (Stock Market) માટે ખૂબ જ ખરાબ રહ્યો. લીલા નિશાન પર ખુલ્યા પછી, ટ્રેડિંગના અંત સુધીમાં બજારના બંને સૂચકાંકો સેન્સેક્સ (Sensex) અને નિફ્ટી (Nifty) લાલ નિશાન સાથે બંધ થયા. BSEનો સેન્સેક્સ 700 પોઈન્ટથી વધુ તૂટ્યો, જ્યારે NSEનો નિફ્ટી ઈન્ડેક્સ લગભગ 250 પોઈન્ટના ઘટાડા સાથે બંધ થયો હતો. Stock Market Crash સાથે, લાર્જ કેપ અને મિડ કેપ કંપનીઓના 10 શેર ખરાબ રીતે પડ્યા અને તેમના રોકાણકારોને ભારે નુકસાન થયું.
ADVERTISEMENT
કેવો રહ્યો બજારનો હાલ
સેન્સેક્સમાં સમાવિષ્ટ 30 કંપનીમાંથી માત્ર 3 શેર જ લીલા નિશાન પર ટ્રેડ થઇ રહ્યા હતા બાકીના 27 શેર લાલ નિશાન પર બંધ થયા હતા. નેશનલ સ્ટોક એક્સચેન્જ ઈન્ડેક્સ નિફ્ટી 1.11 ટકા અથવા 247 પોઈન્ટના મોટા ઘટાડા સાથે 21,951 પર બંધ થઇ હતી. નિફ્ટી પેકના 50 શેર્સમાંથી 4 શેર લીલા નિશાન અને 46 શેર લાલ નિશાન પર બંધ થયા છે.
આ શેરમાં નોંધાયો સૌથી વધારે ઘટાડો
જો નિફ્ટીની વાત કરવામાં આવે તો સૌથી વધારે ઘટાડો પાવર ગ્રીડમાં 4.22 ટકા, બજાજ ઓટોમાં 3.82 ટકા, અપોલો હોસ્પિટલ્સમાં 3.77 ટકા, આઈશર મોટર્સમાં 3.57 ટકા અને ઈન્ડસઇન્ડ બેન્કમાં 3.15 ટકાનો થયો હતો. હિન્દુસ્તાન યુનિલિવર, ભારતી એરટેલ, ઈન્ફોસિસ અને TCSના શેરમાં વધારો જોવા મળ્યો હતો.
રોકાણકારોના 6 લાખ કરોડ ડૂબ્યા
શેરબજારમાં ઘટાડાને કારણે રોકાણકારોને ભારે નુકશાન થયું છે. BSEની માર્કેટ કેપ એક દિવસ પહેલા 392 લાખ કરોડ રૂપિયાની નજીક હતી. જે આજે ઘટીને 386 લાખ કરોડ રૂપિયા થઈ ગઈ છે. એટલે કે રોકાણકારોને 6 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.
ADVERTISEMENT