Share Market Update: સપ્તાહના બીજા ટ્રેડિંગ દિવસે એટલે કે આજે શેરબજારની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. બજાર ખુલતાની સાથે જ બજારના બંને સૂચકાંકો ખરાબ રીતે ખુલ્યા હતા. એક તરફ, બોમ્બે સ્ટોક એક્સચેન્જના 30 શેરોવાળા સેન્સેક્સમાં 350થી વધુ પોઈન્ટ્સનો ઘટાડો થયો હતો, જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 100 પોઈન્ટથી વધુના ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યો છે.
ADVERTISEMENT
શેરબજાર (Share Market) લાલ અંકો સાથે ખુલ્યું
આજે શેરબજાર (Share Market) લાલ અંકો સાથે ખુલ્યું હતું. BSE સેન્સેક્સ 350 પોઈન્ટ લપસીને 72,397.18 પર ખુલ્યો, જ્યારે નિફ્ટી 104.00 પોઈન્ટના ઘટાડા સાથે 21,951.70 પર ખુલ્યો. શેરબજારમાં ટ્રેડિંગની થોડી જ મિનિટોમાં સેન્સેક્સ 600 પોઈન્ટ ઘટીને 72,113.57ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 12 પોઈન્ટ ઘટીને 21,943.70ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો.
Anil Ambani ની કંપનીના આ શેરે રોકાણકારોના પૈસા 1 વર્ષમાં કર્યા ડબલ, રોજ લાગી રહી છે અપર સર્કિટ
બજાર ખૂલતાની સાથે જ આટલા શેર તૂટયા
બજાર ખુલતાની સાથે જ લગભગ 1141 શેરમાં ઉછાળો જોવા મળ્યો હતો, જ્યારે 1041 શેર લાલ અંક સાથે ટ્રેડ થતાં જોવા મળ્યા હતા. આ સમયગાળા દરમિયાન ONGC, અદાણી એન્ટરપ્રાઈઝ (Adani Enterprises), સન ફાર્મા (SunPharma), બજાજ ફાઈનાન્સ (Bajaj Finance), આઈટીસી (ITC)ના શેરોએ નિફ્ટીમાં વધારો નોંધાવ્યો હતો, જ્યારે ટીસીએસ (TCS), વિપ્રો (Wipro), ટાટા સ્ટીલ (Tata Steel), બીપીસીએલ (BPCL) અને કોલ ઈન્ડિયા (Coal India) લાલ અંક સાથે ખૂલતાં જોવા મળ્યા.
TCSના શેરમાં સૌથી વધુ ઘટાડો થયો
શેરબજારમાં કડાકા વચ્ચે સૌથી મોટો ઘટાડો ટાટા ગ્રુપની આઈટી કંપની ટીસીએસના શેરમાં નોંધાયો હતો. TCS નો શેર ખૂલતાની સાથે જ 3 ટકા ઘટ્યો અને 4030 રૂપિયાના સ્તરે પહોંચી ગયો. TCSના શેરમાં આ ઘટાડાનું કારણ ટાટા સન્સ દ્વારા બ્લોક ડીલ દ્વારા કંપનીના 2.34 કરોડ શેરનું વેચાણ હોવાનું માનવામાં આવે છે, જેણે રોકાણકારોના સેન્ટિમેન્ટને અસર કરી છે. સોમવારે શેરબજારમાં ટ્રેડિંગના અંતે TCSનો શેર 1.78 ટકાના ઘટાડા સાથે રૂ. 4,144.25ના સ્તરે બંધ થયો હતો. TCS ઉપરાંત, ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન (BPCl) પણ 2.68 ટકા ઘટીને રૂ. 566.70 પર ટ્રેડ થઈ રહ્યો છે. આ સિવાય નેસ્લે ઈન્ડિયામાં 1.89%, વિપ્રોમાં 1.80%, HCL ટેકમાં 1.31% અને NTPCના શેરમાં 1.31%નો ઘટાડો જોવા મળ્યો હતો.
ADVERTISEMENT