Stock Market Close : આજે અઠવાડિયાની શરૂઆતમાં ભારતીય શેરબજારમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો. નિફ્ટી અને સેન્સેક્સ લાલ નિશાનમાં બંધ થયા છે. સેન્સેક્સ 670 પોઈન્ટ ઘટીને 71,355 પર અને નિફ્ટી 197.80 પોઈન્ટ ઘટીને 21,513 પર પહોંચી હતી. શેરબજારમાં જોવા મળે આજના ઘટાડા પાછળ વૈશ્વિક કારણ જવાબદાર છે. માનવામાં આવી રહ્યું છે કે આજે નોંધાયેલ ઘટાડો ભારત-માલદીવ વચ્ચેના જિયોપોલિટકસના કારણે છે.
ADVERTISEMENT
આ શેરોમાં સૌથી વધુ ઘટાડો નોંધાયો
આજના ટ્રેડિંગ સત્રમાં ઘટાડાની અસર મિડકેપ અને સ્મોલકેપ શેરો પર પણ જોવા મળી હતી. નિફ્ટી મિડકેપ 100 ઈન્ડેક્સ 1.06 ટકા અને નિફ્ટી સ્મોલકેપ 100 ઈન્ડેક્સ 0.62 ટકા ગબડિયા હતા. ટ્રેડિંગ સેશનમાં ઘટાડાની અસર લાર્જ અને મિડ કેપ શેરો પર વધુ જોવા મળી હતી. સૌથી મોટો ઘટાડો બેન્કિંગ શેર્સમાં જોવા મળ્યો હતો.
Top Gainers And Losers
HCL ટેક, પાવર ગ્રીડ, સન ફાર્મા, NTPC, બજાજ ફાઇનાન્સ અને ટાઇટન કંપની બજારમાં Top Gainersમાં જોવા મળી હતી. ભારતી એરટેલ, એલએન્ડટી, ટાટા મોટર્સ, ઈન્ફોસીસ, મારુતિ સુઝુકી, બજાજ ફિનસર્વ, અલ્ટ્રાટેક સિમેન્ટ, રિલાયન્સ, જેએસડબ્લ્યુ સ્ટીલ, ઈન્ડસઈન્ડ બેંક, એચડીએફસી બેંક, કોટક મહિન્દ્રા બેંક, ટાટા સ્ટીલ, આઈસીઆઈસીઆઈ બેંક, એક્સિસ બેંક, વિપ્રો, એચયુએલ, ટીસીએસ, એમ એન્ડ એમ. , એશિયન પેઈન્ટ્સ, ટેક મહિન્દ્રા, નેસ્લે, આઈટીસી અને એસબીઆઈના શેર્સ ટોપ લોઝર રહ્યા હતા.
ADVERTISEMENT