શેરબજારમાં હાહાકાર! સેંસેક્સમાં 900 અને નિફ્ટી 265 પોઇન્ટનો કડાકો, 3 લાખ કરોડ ધોવાયા

અમદાવાદ : શેરબજારમાં હાલ ભારે મંદિનો માહોલ જોવા મળી રહ્યો છે. સેંસેક્સ 900 અને નિફ્ટી 265 પોઇન્ટ ગગડીને બંધ થયા. જેના કારણે રોકાણકારોના 3 લાખ…

Stock Market Crash

Stock Market Crash

follow google news

અમદાવાદ : શેરબજારમાં હાલ ભારે મંદિનો માહોલ જોવા મળી રહ્યો છે. સેંસેક્સ 900 અને નિફ્ટી 265 પોઇન્ટ ગગડીને બંધ થયા. જેના કારણે રોકાણકારોના 3 લાખ કરોડ રૂપિયા ધોવાઇ ગયા હતા.

શેરબજારમાં હાહાકાર મચ્યો હતો

Stock Market Crash : આ અઠવાડીયે સતત ત્રીજા ટ્રેંડિંગ સેશન અને ઓક્ટોબરના મંથલી એક્સપાઇરીના દિવસ ભારતીય શેરબજારમાં ભારે અફડા તફડી જોવા મળી હતી. રોકાણકારો દ્વારા વેચવાલી અને બજારના બગડેલા મુડના કારણે સેંસેક્સમાં 1000 તો નિફ્ટી 300 પોઇન્ટનો ઘટાડો થયો હતો. મિડ કેપ ઇન્ડેક્સમાં ઘટાડાનો સિલસિલો આજે પણ શરૂ રહ્યો અને એનએસઇની મિડ કેપ ઇન્ડેક્સ 900 પોઇન્ટ ગગડ્યો હતો.

સેંસેક્સમાં 900 પોઇન્ટ અને નિફ્ટીમાં 265 પોઇન્ટનો કડાકો

આજનો દિવસ પુર્ણ થતા સુધીમાં બીએસઇ સેંસેક્સ 900 પોઇન્ટના ઘટાડા સાથે 63,148 અને નેશનલ સ્ટોક એક્સચેન્જનું નિફ્ટી 265 પોઇન્ટના ઘટાડા સાથે 18,857 પોઇન્ટ પર ક્લોજ થયો. જ્યારે આ ઘટડાને કારણે રોકાણકારોને 3 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. હાલ સમગ્ર માહોલમાં હાહાકારની સ્થિતિ પેદા થઇ છે.

Stock Market Crash: આ અઠવાડીયે સતત ત્રીજા ટ્રેડિંગ સેશન અને ઓક્ટોબરમાં મંથલી એક્સપાયરીના દિવસે ભારતીય શેર બજારમાં ઘટાડાનું સુનામી આવી ગયું છે. રોકાણકારોની વેચવાલી અને બજારમાં બગડેલી સ્થિતિના કારણે સેંસેક્સમાં 1000 તો નિફ્ટીમાં 300 પોઇન્ટનો ઘટાડો થયો હતો. મિડ કેપ ઇન્ડેક્સમાં ઘટાડાનો સિલસિલો આજે પણ યથાવત્ત રહ્યો અને એનએસઇની મિડકેપ ઇન્ડેક્સ 900 પોઇન્ટનો ઘટાડો થયો હતો. વ્યાપાર ખતર થવા પર બીએસઇ સેંસેક્સ 900 પોઇન્ટના ઘટાડા સાથે 63,148 અને નેશનલ સ્ટોક એક્સચેન્જનું નિફ્ટી 265 પોઇન્ટના ઘટાડા સાથે 18,857 પોઇન્ટ પર ક્લોઝ થયો છે. જ્યારે આ ઘટાડા સાથે રોકાણકારોને 3 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.

સેક્ટરની સ્થિતિ

આજના ટ્રેડિંગ સત્રમાં બૈકિંગ સેક્ટરમાં સ્ટોક્સમાં જોરદાર નફાખોરી જોવા મળી હતી. જેના કારણે નિફ્ટી બેંક 552 પોઇન્ટ અથવા 1.29 ટકાના ઘટાડા સાથે 42,280 પોઇન્ટ પર બંધ થઇ છે. આ ઉપરાંત ઓટો, આઇટી, ફાર્મા, એફએમસીજી, મેટલ્સ, એનર્જી, કંજ્યૂમર ડ્યુરેબલ્સ, હેલ્થકેર, ઓઇલ એન્ડ ગેસ સેક્ટરના સ્ટોક્સ ઘટાડા સાથે બંધ થયા હતા. મિડકેપ અને સ્મોલ સ્ટોક્સમાં ઘટાડાનો સિલસિલો આજે પણ ચાલુ રહ્યો. મિડ કેપ ઇન્ડેક્સ 1.16 ટકા અથવા 448 પોઇન્ટના ઘટાડા સાથે 38,116 પોઇન્ટ પર ક્લોજ થયો છે. જ્યારે સ્મોલ કેપ ઇન્ડેક્સ 42 પોઇન્ટના ઘટાડા સાથે 12,930 પોઇન્ટ પર બંધ થયો છે.

BSE ની માર્કેટ કેપ ઘટી

શેર બજારમાં ભારે ઘટાડાના કારણે બીએસઇની માર્કેટ કેપ ઘટીને 306.21 લાખ કરોડ રૂપિયા પર આવી ગયું છે. જ્યારે ગત્ત સત્રમાં માર્કેટ કેપ 309.33 લાખ કરોડ રૂપિયા રહ્યું હતું.

    follow whatsapp