અમદાવાદ: ભારતીય શેરબજારમાં આજે સપ્તાહના પ્રથમ કારોબારી દિવસે તેજી જોવા મળી રહી છે. Sensex માં 59,900ની સપાટી પર ટ્રેડિંગ કરી રહ્યો છે. નિફ્ટી 17,900ની સપાટી નજીક ટ્રેડિંગ કરી રહ્યો છે.
ADVERTISEMENT
આજે શેરબજારની શરૂઆત થતાં જ BSE 30 શેરનો ઇંડેક્સ સેન્સેક્સ 119.15 પોઈન્ટ એટલેકે 0.20 ટકાના વધારા સાથે 59,912ની સપાટી પર ખુલ્યો હતો. બીજી તરફ, NSEનો 50 શેરવાળો ઈન્ડેક્સ નિફ્ટી 57.50 પોઈન્ટ એટલેકે 0.32 ટકાના વધારા સાથે 17,890 પર ખુલ્યો છે.
60,000ની સપાટી વટાવી
નિફ્ટી ખુલતાની સાથે જ 17900 ની સપાટી વટાવી ગઈ હતી અને શરૂઆતની મિનિટોમાં જ 87.55 પોઈન્ટના 0.5 ટકાના ઉછાળા સાથે 17,920 પર ટ્રેડિંગ જોવા મળી રહ્યું છે. સેન્સેક્સ પણ 60,000ની મહત્વની સપાટીને પાર કરી ગયો છે અને તે 232.83 પોઈન્ટના ઉછાળા સાથે 60,025 પર ટ્રેડ કરી રહ્યો છે.
સેન્સેક્સ અને નિફ્ટી
સેન્સેક્સના 30 શેરોમાંથી 20 શેર તેજી સાથે કારોબાર કરી રહ્યા છે જ્યારે 10 શેર ઘટાડા સાથે કારોબાર કરી રહ્યા છે. જ્યારે નિફ્ટીના 50માંથી 37 શેરોમાં ઉછાળો જોવા મળી રહ્યો છે અને 13 શેરોમાં ઘટાડાનું લાલ નિશાન જોવા મળી રહ્યું છે.
સેન્સેક્સમાં તેજી સાથે કારોબાર કરી રહેલા શેરની વાત કરવામાં આવે તો, ટેક મહિન્દ્રા, ઇન્ફોસીસ, ટાટા સ્ટીલ, વિપ્રો, ટીસીએસ, એચસીએલ ટેક, ડો રેડ્ડીઝ લેબ્સ, ટાઇટન, સન ફાર્મા, ભારતી એરટેલ અને રિલાયન્સ એક્સિસ બેંકનો સમાવેશ થાય છે. આ સિવાય M&M, બજાજ ફાઇનાન્સ, ICICI બેન્ક, L&T, નેસ્લે, મારુતિ, ઇન્ડસઇન્ડ બેન્ક, NTPC, અલ્ટ્રાટેક સિમેન્ટ અને ITC પણ ઉછાળો જોવા મળી રહ્યો છે. શેર બજારમાં ઘટાડા પર નજર કરવામાં આવે તો, કોટક મહિન્દ્રા બેંક, HUL, HDFC અને HDFC બેંક, પાવર ગ્રીડ અને એશિયન પેઇન્ટ્સનો સમાવેશ થાય છે. બીજી તરફ, નિફ્ટીમાં સૌથી વધુ નુકસાન શ્રી સિમેન્ટ, એચડીએફસી લાઈફ, અલ્ટ્રાટેક સિમેન્ટ, એશિયન પેઇન્ટ્સ અને એસબીઆઈમાં જોવા મળી રહ્યું છે.
ADVERTISEMENT