solar rooftop scheme: કેન્દ્ર સરકારે રૂફટોપ સોલાર યોજના માટે 75 હજાર કરોડ રૂપિયાની રકમ મંજૂર કરી છે. આ યોજના દ્વારા દેશના એક કરોડ પરિવારોને લાભ આપવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કેબિનેટની બેઠકમાં લેવાયેલા આ નિર્ણયની જાણકારી આપી.
ADVERTISEMENT
2 કિલોવોટ સિસ્ટમ હેઠળ 60 હજાર રૂપિયાની સબસિડી
તેમણે કહ્યું, પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજનાને મંજૂરી આપવામાં આવી છે. આ યોજના દ્વારા એક કરોડ પરિવારો દર મહિને 300 યુનિટ મફત વીજળી મેળવી શકશે અને 30 હજાર રૂપિયાની વાર્ષિક આવક મળશે. આ યોજના હેઠળ દરેક પરિવારને એક કિલોવોટ સિસ્ટમ દીઠ 30 હજાર રૂપિયાની સબસિડી મળશે. આ સિવાય 2 કિલોવોટ સિસ્ટમ હેઠળ 60 હજાર રૂપિયાની સબસિડી મળશે.
રૂફટોપ સોલાર યોજનામાં કોણ અરજી કરી શકે છે?
આ યોજના હેઠળ, કોઈપણ કુટુંબ રાષ્ટ્રીય પોર્ટલની મુલાકાત લઈને સબસિડી માટે અરજી કરી શકે છે અને રૂફટોપ સોલાર યોજના માટે કોઈપણ વિક્રેતા પસંદ કરી શકે છે. આ સિવાય તેઓ ઓછા વ્યાજે લોન પણ મેળવી શકે છે. સરકારે આ યોજના હેઠળ દરેક જિલ્લામાં મોડલ સોલાર સ્કીમ બનાવવાનું પણ નક્કી કર્યું છે. આ ગામોને રોલ મોડલ તરીકે તૈયાર કરવામાં આવશે જેથી ગ્રામીણ વિસ્તારના લોકો તેના વિશે જાગૃત થઈ શકે. આ યોજનાની જાહેરાત પણ બજેટમાં કરવામાં આવી હતી.
ADVERTISEMENT