Singhania Family Dispute : વિજયપત સિંઘાનિયાએ તેમના પુત્ર ગૌતમ સિંઘાનિયા માટે કહ્યું કે, તેણે પહેલા તેના પિતાને અને હવે તેની પત્નીને પણ કાઢી મુકી છે. તે કેવો માણસ છે? ગૌતમ ક્યારેય નવાઝને 75 ટકા શેર નહીં આપે.
ADVERTISEMENT
રેમન્ડના માલિક ગૌતમ સિંઘાનિયાના પિતા વિજયપત સિંઘાનિયાએ કહ્યું છે કે, તેમણે તમામ મિલકત તેમના પુત્રને આપીને ભૂલ કરી છે. હવે તેણે તેની પત્ની નવાઝ મોદીને પણ ઘરમાંથી કાઢી મૂક્યા છે. તેણે કહ્યું કે હું મારી વહુને સપોર્ટ કરીશ. જો કે, હું મારા પુત્રને સારી રીતે જાણું છું, તે કોઈ પણ સંજોગોમાં નવાઝને 75 ટકા મિલકત નહીં આપે.
પિતા-પુત્રના સંબંધોની કડવાશ બહાર આવી
બિઝનેસ ટુડેને આપેલા ઈન્ટરવ્યુમાં વિજયપત સિંઘાનિયા અને ગૌતમ સિંઘાનિયા વચ્ચેના સંબંધોમાં કડવાશ સ્પષ્ટપણે જોવા મળી હતી. પોતાના પુત્ર માટે કડવા શબ્દોનો ઉપયોગ કરતા તેણે કહ્યું કે, તેણે તેના પિતાને (મને) કાઢી મુક્યો છે. હવે તેણે તેની પત્નીને પણ કાઢી મુકી છે. તે કેવો માણસ છે? જો નવાઝ મારી પાસે મદદ માટે આવશે તો હું તેને સપોર્ટ કરીશ. મેં તેને અગાઉ પણ સલાહ આપવાનો પ્રયાસ કર્યો હતો. ગૌતમ ક્યારેય નવાઝને 75 ટકા શેર નહીં આપે. તેનું લક્ષ્ય બધું અને દરેકને ખરીદવાનું છે.
પુત્ર મારુ તમામ લૂંટી ગયો
સિંઘાનીયાએ કહ્યું કે, મેં મારા પુત્ર ગૌતમ સિંઘાનિયાને મારી તમામ સંપત્તી આપી દીધી હતી. પણ, તેણે મારી પાસેથી બધું છીનવી લીધું. મારે મારું જીવન કોઈક રીતે જીવવું હતું. મારે કોઈ ધંધો પણ નથી. તેણે મને કંપનીનો અમુક હિસ્સો આપવાનું વચન આપ્યું હતું. પરંતુ, બાદમાં આ બાબતે ફેરવી તોળ્યું હતું. તે મને રસ્તા પર જોઈને ખૂબ ખુશ થયો હશે. ગૌતમ ઘમંડી માણસ છે. તેણે કહ્યું કે તમે તમારા બાળકો માટે જે ઈચ્છો તે કરી શકો છો. પરંતુ, તમામ મિલકત તેમને સોંપશો નહીં. તમારા મૃત્યુ પછી બધું બાળકોને જ આપવાનું છે.
વિજયપતે 2015માં રેમન્ડને તેના પુત્રને સોંપ્યો હતો
રેમન્ડ કંપનીની શરૂઆત અંદાજે 123 વર્ષ પહેલા થઈ હતી. 1900 માં કંપનીનો પાયો મહારાષ્ટ્રના થાણેમાં વાડિયા મિલ નામથી વૂલન મિલ તરીકે નાખવામાં આવ્યો હતો. 2015માં વિજયપત સિંઘાનિયાએ તેમના તમામ શેર અને કંપની તેમના પુત્ર ગૌતમ સિંઘાનિયાને આપી દીધી હતી. આ પછી પિતા-પુત્રના સંબંધો બગડવા લાગ્યા. ફ્લેટને લઈને બંને વચ્ચેનો વિવાદ એટલો વધી ગયો કે પુત્રએ પિતાને બેઘર કરી દીધા. તેને ભાડાના મકાનમાં શિફ્ટ થવું પડ્યું. પુત્રએ કાર અને ડ્રાઈવર પણ છીનવી લીધા હતા. એટલું જ નહીં, નામની સાથે ચેરમેન-એમેરિટસ (નિવૃત્ત અધ્યક્ષ) લખવાનો અધિકાર પણ છીનવી લેવામાં આવ્યો.
ADVERTISEMENT