Interim Budget 2024: બજેટ બાદ રોકાણકારોનું ‘બજેટ’ ખોરવાયું, તેજીની આશા વચ્ચે 35 હજાર કરોડ ડૂબ્યાં

શેરબજારના રોકાણકારોને બજેટ પસંદ ન આવ્યું સેન્સેક્સ 106 અંક જ્યારે નિફ્ટી 28 અંક તૂટ્યો તેજીની આશામાં આજે રોકાણકારોનાં 35 હજાર કરોડ તૂટયા Share Market Budget…

Share Market Budget

Share Market Budget

follow google news
  • શેરબજારના રોકાણકારોને બજેટ પસંદ ન આવ્યું
  • સેન્સેક્સ 106 અંક જ્યારે નિફ્ટી 28 અંક તૂટ્યો
  • તેજીની આશામાં આજે રોકાણકારોનાં 35 હજાર કરોડ તૂટયા

Share Market Budget 2024: નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે નાણાકીય વર્ષ 2024-25 માટે વચગાળાનું બજેટ રજૂ કર્યું. શેરબજારને બજેટ પાસેથી ઘણી અપેક્ષાઓ હતી, પરંતુ એવું લાગી રહ્યું છે કે શેરબજારને બજેટ પસંદ આવ્યું નથી. વચગાળાના બજેટના દિવસે બજારમાં ભારે વોલેટિલિટી જોવા મળી હતી અને અંતે સેન્સેક્સ-નિફ્ટી લાલ નિશાનમાં બંધ થઈ. ટ્રેડિંગના અંતે, 30 શેર પર આધારિત BSE સેન્સેક્સ 107 પોઈન્ટ અથવા 0.15 ટકાના ઘટાડા સાથે 71,645.30 પર બંધ થયો. જ્યારે NSE નો નિફ્ટી 28.25 પોઈન્ટ અથવા 0.13 ટકાના ઘટાડા સાથે 21,697.45 ના સ્તર પર બંધ થઈ. તેજીની આશામાં આજે રોકાણકારોનાં 35 હજાર કરોડ ડૂબી ગયાં.

ટોપ ગેઇનર અને ટોપ લુઝરની યાદી

આજેના વેપારમાં Maruti Suzuki, Cipla, Eicher Motors અને Power Grid Corporation નિફ્ટીમાં ટોપ ગેઇનર હતા. જ્યારે UltraTech Cement, L&T, Dr Reddy’s Laboratories, JSW Steel અને Grasim Industries નિફ્ટીમાં ટોપ લુઝર હતા.

કયા સેક્ટરમાં કેવી રહી સ્થિતિ

આજે સેક્ટરમાં કન્ફ્યૂઝનો માહોલ જોવા મળ્યો હતો. બેંક, ઓટો, FMCG, પાવર સેક્ટર 0.3% થી 0.8%નાં વધારા સાથે બંધ થયાં જ્યારે કેપિટલ ગુડ્સ, મેટલ અને રિયલ્ટી ઈંડેક્સમાં આશરે 1% નો ઘટાડો જોવા મળ્યા.

    follow whatsapp