5 દિવસમાં 12000 કરોડની કમાણી... HDFC-SBI માલામાલ, રિલાયન્સ સહિત આ 8 કંપનીઓ બેહાલ

HDFC Bank-SBI Investors Profit: લોકસભા ચૂંટણીના પરિણામ આવાના છે, અને એના કારણે ભારતીય શેર બાજારમાં ભારે ઉથલ-પાછલ જોવી મળી રહી છે. પાછલા અઠવાડિયે 30 શેર વાળા સેન્સેક્સ 1449 અંક અથવા 1.92 ટકા તૂટ્યો અને 73,961.31 પર બંધ થયો.

Share Market

Share Market

follow google news

HDFC Bank-SBI Investors Profit: લોકસભા ચૂંટણીના પરિણામ આવાના છે, અને એના કારણે ભારતીય શેર બાજારમાં ભારે ઉથલ-પાછલ જોવી મળી રહી છે. પાછલા અઠવાડિયે 30 શેર વાળા સેન્સેક્સ 1449 અંક અથવા 1.92 ટકા તૂટ્યો અને 73,961.31 પર બંધ થયો. પાછલા પાંચ કારોબારી દિવસમાં BSEની ટોપ-10 કંપનીઓમાંથી 8 કંપનીઓને 2 લાખ કરોડથી વધુ નુકસાન થયું છે. જેમાં HDFC બેંક અને SBIએ પોતાના રોકાણકારોને ખૂબ કમાણી કરાવી. 

HDFC બેંકે રોકાણકારોને કરાવી કમાણી

પાછલા અઠવાડિએ HDFC બેંકના માર્કેટ કૈપમાં ઉછાળ આવ્યો અને તે વધીને 11,64,083.85 કરોડ રૂપિયા પર પહોંચી ગયું. આ રીતે જોઈએ તો ફક્ત પાંચ દિવસમાં રોકાણકારોને 10,954.49 કરોડ રૂપિયાની કમાઈ થઈ.

SBIના રોકાણકારોને પણ સારી કમાણી

ભારતની સૌથી મોટી સરકારી બેંક SBIની માર્કેટ વેલ્યુમાં પણ ઉછાળો આવ્યો, જે વધીને 7,40,832.04 કરોડ રૂપિયા પર પહોંચ્યું. SBI સાથે બેંક ઓફ ઈન્ડિયા (BOI)ના રોકાણકારોએ પણ 1338.7 કરોડ રૂપિયાની કમાણી કરી. HDFC અને SBI બેન્કે ગયા અઠવાડિયે રોકાણકારોને ખૂબ ફાયદો કરાવ્યો.

અંબાણી અને ટાટાને થયું ભારે નુકશાન

શેર બજારના પાછલા અઠવાડિયામાં ખૂબ હલ-ચલ જોવા મળી અને એમાં સૌથી વધુ નુકસાન દેશના ધનિક બિઝનેસ મેન મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝને થયું, જેનું માર્કેટ-કેપ 67,792.23 કરોડ ઘટીને 19,34,717 કરોડ થયું. તેની સાથે ટાટા ગ્રુપની સૌથી મોટી કંપની TCSનું માર્કેટકેપ 65,577,84 કરોડ ઘટી ગયું અને 13,27,657.21 કરોડ રૂપિયા થઈ ગયું.

આ કંપનીઓએ પણ પૈસા ડૂબાવ્યા

રિલાયન્સ-TCS ઉપરાંત ITની એક મોટી કંપની ઈન્ફોસિસની પણ માર્કેટ વૈલ્યુ 24,338.1 કરોડ ઘટી ગઈ અને 5,83,860.28 કરોડ રૂપિયા થઈ. તેની સાથે ITC ના MCap માં પણ 12,422.29 કરોડનો ઘટાડો થયો અને 5,32,036.41 કરોડ રૂપિયા પર પહોચી ગયું.

દેશની સૌથી મોટી વીમા કંપની LICના MCapમાં 10,815.74 કરોડ ઘટીને 6,40,532.52 કરોડ રૂપિયા થઈ ગયું. ભારતની સૌથી મોટી FMCG કંપનીમાંથી એક HULની માર્કેટ વૈલ્યૂએશન 9,680.31 કરોડ ઘટી અને 5,47,149.32 કરોડ થઈ ગઈ. એની સાથે જ મોટી ટેલીકૉમ કંપની ભારતી એરટેલનો MCap 9,503.31 કરોડ ઘટી ગયું અને 7,78,335.40 કરોડ રૂપિયા પર આવી ગયું. ICICI બૈંકના રોકાણકારોને પણ નુકસાન થયું અને તેનું માર્કેટ કેપિટલાઈઝેશન 8,078.11 કરોડ ઘટવા સાથે 7,87,229.71 કરોડ પર પહોંચી ગયું.

    follow whatsapp