Share Market: બજેટ પહેલા રોકાણકારોના 8 લાખ કરોડ સ્વાહા, કયા શેર્સમાં થયો મોટો ઘટાડો?

Stock Market Closing On 19 July 2024: આગામી સપ્તાહે મંગળવારે 23મી જુલાઈના રોજ બજેટ રજૂ કરવામાં આવશે. અને તેના પહેલાના સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ સેશનમાં ભારતીય શેરબજાર ભારે ઘટાડા સાથે બંધ થયું હતું. એનર્જી, ઓટો અને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ સેક્ટરના શેરોમાં ભારે વેચવાલીથી બજારમાં આ ઘટાડો જોવા મળ્યો છે.

Share Market

Share Market

follow google news

Stock Market Closing On 19 July 2024: આગામી સપ્તાહે મંગળવારે 23મી જુલાઈના રોજ બજેટ રજૂ કરવામાં આવશે. અને તેના પહેલાના સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ સેશનમાં ભારતીય શેરબજાર ભારે ઘટાડા સાથે બંધ થયું હતું. એનર્જી, ઓટો અને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ સેક્ટરના શેરોમાં ભારે વેચવાલીથી બજારમાં આ ઘટાડો જોવા મળ્યો છે. આજના સેશનમાં મિડકેપ અને સ્મોલકેપ શેરો પણ નીચે બંધ થયા છે. બજાર બંધ થયા બાદ BSE સેન્સેક્સ 739 પોઈન્ટ ઘટીને 80,604 પોઈન્ટ પર બંધ થયો હતો. તો નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 270 પોઈન્ટ ઘટીને 24,530 પોઈન્ટ પર બંધ થયો છે.

રોકાણકારોને રૂ. 8 લાખ કરોડનું નુકસાન

ભારતીય શેરબજારમાં આવેલા ભારે ઘટાડાથી રોકાણકારોને મોટું નુકસાન થયું છે. BSE પર લિસ્ટેડ શેરોનું માર્કેટ કેપિટલાઇઝેશન રૂ. 446.25 લાખ કરોડ પર બંધ થયું હતું, જે અગાઉના સત્રમાં રૂ. 454.32 લાખ કરોડના સ્તરે બંધ થયું હતું. એટલે કે આજના સત્રમાં રોકાણકારોને રૂ. 8.07 લાખ કરોડનું નુકસાન થયું છે.

કયા શેર્સમાં વધારો અને ઘટાડો આવ્યો?

આજના સત્રમાં તેજીવાળા શેર્સ પર નજર કરીએ તો ઈન્ફોસિસ 1.92 ટકા, ITC 0.89 ટકા, એશિયન પેઇન્ટ્સ 0.53 ટકા, HCL ટેક 0.03 ટકાના વધારા સાથે બંધ થયા છે. ઘટાડાવાળા શેરોમાં ટાટા સ્ટીલ 5.17 ટકા, જેએસડબલ્યુ સ્ટીલ 4.36 ટકા, એનટીપીસી 3.51 ટકા, ટાટા મોટર્સ 3.43 ટકા, અલ્ટ્રાટેક સિમેન્ટ 3.28 ટકા, ટેક મહિન્દ્રા 3.16 ટકા, વિપ્રો 2.78 ટકા, પાવર ગ્રીડ 2.58 ટકા, બજાજ ફાઇનાન્સ 2.41 ટકા, રિલાયન્સ 1.92 ટકાના ઘટાડા સાથે બંધ થયો છે.

કયા સેક્ટરમાં સૌથી મોટું નુકસાન?

આજના કારોબારી સત્રમાં કોઈ સેક્ટર વધારા સાથે બંધ થયું નથી. એનર્જી સેક્ટરના શેરમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો, જેના કારણે નિફ્ટી એનર્જી ઈન્ડેક્સ 1173 પોઈન્ટના ઘટાડા સાથે બંધ થયો હતો. આ સિવાય ઓટો, આઈટી, ફાર્મા, મેટલ્સ, એફએમસીજી, ફાર્મા, હેલ્થકેર, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, ઓઈલ એન્ડ ગેસ અને બેન્કિંગ શેરો નુકસાન સાથે બંધ થયા છે. 

    follow whatsapp