Sanstar IPO : સનસ્ટાર લિમિટેડનો IPO 19મી જુલાઈના રોજ સબસ્ક્રિપ્શન માટે ખુલશે. આ 510.15 કરોડ રુપિયાનો ફિક્સ પ્રાઈસ ઇશ્યૂ છે. અહીં Sanstar Limited IPO વિશે તમામ વિગતો જણાવવામાં આવી છે, આઈપીઓ ભરતા પહેલા તમારે આ વિશે જાણવું ખૂબ જ જરૂરી છે.
ADVERTISEMENT
Sanstar Limited વિશે જાણો
સનસ્ટાર ભારતમાં ફૂડ, પશુ પોષણ (Animal Nutrition) અને અન્ય ઔદ્યોગિક એપ્લિકેશન (industrial applications) માટે પ્લાન્ટ બેસ્ડ સ્પેશિયલ પ્રોડક્ટ્સ અને ઈનગ્રિડિએન્ટ સોલ્યુશનનું અગ્રણી ઉત્પાદક છે. તેની પ્રોડક્ટ્સમાં લિક્વિડ ગ્લુકોઝ, માલ્ટોડેક્સ્ટ્રિન પાવડર, ડેક્સ્ટ્રોઝ મોનોહાઇડ્રેટ, દેશી મકાઈનો સ્ટાર્ચ (Native corn starch), મોડિફાઈડ મકાઈનો સ્ટાર્ચ (modified corn starch) વગેરે સામેલ છે.
ફ્રોસ્ટ એન્ડ સુલિવાન (Frost & Sullivan)ના જણાવ્યા અનુસાર, સનસ્ટાર ભારતમાં મકાઈ આધારિત
સ્પેશિયલ પ્રોડક્ટ અને ઈન્ગ્રેડિએન્ટ સોલ્યુશનનું ત્રીજુ સૌથી મોટું ઉત્પાદક છે, જેની સ્થાપિત ક્ષમતા 3,63,000 ટન પ્રતિ વર્ષ (1,100 ટન પ્રતિ દિવસ) છે.
Sanstar IPO પ્રાઇસ બેન્ડ
Sanstar IPOની પ્રાઈસ બેન્ડ 90-95 રૂપિયા પ્રતિ શેર છે. એક લોટની સાઈઝ 150 શેર છે. રિટેલ રોકાણકાર માટે રોકાણ માટેની ન્યૂનતમ રકમ 14 હજાર 250 રૂપિયા છે.
Sanstar IPO ઇશ્યૂ સાઈઝ
Sanstar Limitedનો IPO આવતીકાલે એટલે કે 19મી જુલાઈએ ખુલશે. રોકાણકારો આ ઈસ્યુના શેર માટે 23 જુલાઈ સુધી બિડ કરી શકશે. કંપની ઇશ્યૂ દ્વારા રૂ. 510.15 કરોડ એકત્ર કરવાની તૈયારી કરી રહી છે.
ગ્રે માર્કેટમાં પણ સારું પરફોર્મન્સ
ગ્રે માર્કેટમાં, Sanstar Limited IPO ના અનલિસ્ટેડ શેર્સને સારો પ્રતિસાદ મળી રહ્યો છે અને તે 43 ટકાના પ્રીમિયમ પર ટ્રેડ થઈ રહ્યો છે. Sanstar Limited IPOની પ્રાઈસ બેન્ડ 90-95 રૂપિયા પ્રતિ શેર છે.
35 ટકા શેર રિટેલ રોકાણકારો માટે આરક્ષિત
IPO હેઠળ રૂ. 397.10 કરોડના 4.18 કરોડ તાજા ઇક્વિટી શેર જારી કરવામાં આવશે. આ સિવાય 113.05 કરોડની કિંમતના 1.19 કરોડ શેર ઓફર ફોર સેલ (OFS) દ્વારા વેચવામાં આવશે. અમદાવાદ સ્થિત આ કંપનીએ તેના ઇશ્યૂનો અડધો ભાગ ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યૂશનલ બાયર્સ (QIB) માટે, 35 ટકા રિટેલ રોકાણકારો માટે અને બાકીનો 15 ટકા બિન-સંસ્થાકીય રોકાણકારો માટે આરક્ષિત રાખ્યો છે.
Sanstar IPO ટાઈમ લાઈન
Sanstar IPO 19 જુલાઈએ સબસ્ક્રિપ્શન માટે ખુલશે અને 23 જુલાઈએ બંધ થશે. IPO માટે શેરની એલોટમેન્ટ સંભવત 24 જુલાઈના રોજ ફાઈનલ થઈ જશે. 25 જુલાઈના રોજ ડીમેટ ખાતામાં શેર ક્રેડિટ અથવા રિફંડ સંભવિત છે. કંપનીને 26 જુલાઈના રોજ BSE NSE પ્લેટફોર્મ પર તેના શેર લિસ્ટ થવાની સંભાવના છે.
Sanstar IPO ફાઈનાન્શિયલ પરફોર્મન્સ
નાણાકીય વર્ષ 2024માં એક્સપોર્ટથી સેનસ્ટારની રેવેન્યૂ 394.44 કરોડ રૂપિયા હતી. નાણાકીય વર્ષ 2024 દરમિયાન એશિયા, આફ્રિકા, મધ્ય પૂર્વ, અમેરિકા, યુરોપ અને ઓશનિયાના 49 દેશોમાં તેના ઉત્પાદનોની નિકાસ કરી હતી.
ADVERTISEMENT