Sharanam infraproject and trading Share : શેર બજારમાં અનેક કંપનીઓ છે જેના કોર્પોરેટ એક્શનના કારણે શેર ખરીદવામાં લૂંટ મચતી હોય છે. આવી જ એક કંપની શરણમ ઇન્ફ્રા પ્રોજેક્ટ એન્ડ ટ્રેડિંગ લિમિટેડ છે.
ADVERTISEMENT
આ કંપીના શેરમાં શુક્રવારે આશરે 20 ટકાનો ઉછાળો આવ્યો. આ ઉછાળાના કારણે શેરમાં 1.10 રૂપિયાના ભાવ પર પહોંચી ગયા. અત્રે ઉલ્લેખનીય છે કે, શેરનો 52 વીકનો હાઇ 1.55 રૂપિયા છે, જે ગત્ત વર્ષે જાન્યુઆરી મહિનામાં જ હતો. બીજી તરફ આ શેરનો 52 વીકનો લો 0.76 પૈસા રહ્યો. આ ભાવ 30 ઓગસ્ટ, 2023 ને ટચ કર્યું હતું.
કોર્પોરેટ એક્શન અને શેર હોલ્ડિંગ
શરણમ ઇંફ્રા પ્રોજેક્ટ એન્ડ ટ્રેડિંગ લિમિટેડના શેરમાં હલચલ કંપનીના કોર્પોરેટ એક્શનના કારણે છે. અત્રે ઉલ્લેખનીય ચે કે, કંપનીએ ગત્ત 3 જાન્યુઆરીએ રાઇટ્સ ઇશ્યું માટે રેકોર્ડ ડેટની જાહેરાત કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, લિસ્ટેડ કંપનીઓ મુડી એકત્ર કરવા માટે રાઇટ્સ ઇશ્યું લાવે છે. જેના હેઠળ કંપનીઓના હાલના શેરધારકો જ ડિસ્કાઉન્ટ પર વધારે શેર ખરીદી શકેશે. જેના માટે કંપની એક રેકોર્ડ ડેટ નિશ્ચિત કરે છે અને નિશ્ચિત અવધિ પર જ શેરધારક રાઇટ્સ ઇશ્યુ હેઠળ શેર ખરીદી શકે છે. શેરની ખરીદી એક નિશ્ચિત પ્રમાણમાં જ થાય છે. આ પ્રમાણ કંપની નિશ્ચિત કરે છે. શેર હોલ્ડિંગની વાત કરીએ તો પબ્લિક શેરધારકો પાસે કંપનીના 100 ટકા હિસ્સેદારી છે. બીજી તરફ પ્રમોટર્સની પાસે કંપનીની 0 હિસ્સેદારી છે. એટલે કે આ કંપનીના પ્રમોટર બહાર છે.
કેટલું ક્યારે રિટર્ન
આ શેર વર્ષ 2024 માં 23 ટકા રિટર આપ્યું છે. બીજી તરફ એક, ત્રણ અને 6 હિનાના રિટર્ન પણ પોઝિટિવ રહ્યું. જો કે એક અને બે વર્ષના સમયમાં રિટર્ન નેગેટિવ રહ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, શેર સેબીના ગ્રેડેડ નજર ઉપાય કેટેગરીમાં છે. જીએસએમ એક નજર રાખતી સંસ્થા છે જે સેબી દ્વારા ઇમાનદાર રોકાણકારોના હિતોની રક્ષા કરે છે. જેના હેઠળ સ્ટોક એક્સચેજ એવા શેર પર નજર રાખે છે.
કંપની અંગે
વર્ષ 1992 માં શરણમ ઇંફ્રા પ્રોજેક્ટ એન્ડ ટ્રેડિંગ લિમિટેડ અસ્તિત્વમાં આવી હતી. આ કંપનીને પહેલા સ્કાઇહાઇ પ્રોજેક્ટ લિમિટેડના નામે ઓળખાતી હતી. કંપીનો મુખ્ય ઉદ્દેશ્ય રિયલ એસ્ટેટ વ્યવસાય છે.
ADVERTISEMENT