Rules Change From 1 July 2024: ગેસ સિલિન્ડરથી લઈને બેંક ચાર્જ સુધી...1 જુલાઈથી બદલાશે આ મોટા નિયમો

Gujarat Tak

26 Jun 2024 (अपडेटेड: Jun 26 2024 2:46 PM)

Rules Change From 1 July 2024 : જૂન મહિનો પૂરો થવાનો છે અને આગામી સપ્તાહથી જુલાઈ મહિનો શરૂ થઈ જશે. આમ તો ITR (Income Tax Return) અને કેન્દ્રીય બજેટ (Union Budget)ને કારણે આ મહિનો મહત્વપૂર્ણ છે.

1 July 2024

1 જુલાઈથી બદલાશે નિયમો

follow google news

Rules Change From 1 July 2024 : જૂન મહિનો પૂરો થવાનો છે અને આગામી સપ્તાહથી જુલાઈ મહિનો શરૂ થઈ જશે.  આમ તો ITR  (Income Tax Return) અને કેન્દ્રીય બજેટ (Union Budget)ને કારણે આ મહિનો મહત્વપૂર્ણ છે. પરંતુ, 1 જુલાઈથી ઘણા નાણાકીય નિયમો બદલાશે. તમને જણાવી દઈએ કે, દર મહિનાની પહેલી તારીખે એલપીજી સિલિન્ડરની કિંમત (LPG Cylinder Price) અપડેટ થાય છે. આ સિવાય સીએનજી (CNG)  અને પીએનજી (PNG)ના દરોમાં પણ સુધારો કરવામાં આવે છે. ચાલો જાણીએ કે 1 જુલાઈ, 2024થી કયા નાણાકીય નિયમોમાં ફેરફાર થવા જઈ રહ્યા છે.

આ પણ વાંચો

LPG સિલિન્ડરની કિંમત

LPG સિલિન્ડરની કિંમતો દર મહિનાની પહેલી તારીખે અપડેટ કરવામાં આવે છે. 1 મેના રોજ ઓઈલ કંપનીઓએ કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં ઘટાડો કર્યો હતો. હવે જોવાનું એ રહેશે કે 1 જુલાઈએ સિલિન્ડરના ભાવમાં ઘટાડો થાય છે કે વધારો થાય છે.

ઈન્ડિયન બેંક સ્પેશિયલ FD

ઈન્ડિયન બેંક (Indian Bank) તેના ગ્રાહકો માટે સ્પેશિયલ FD (Special FD) ચલાવી રહી છે. આ FDની મુદત 300 અને 400 દિવસની છે. ઈન્ડિયન બેંકની સત્તાવાર વેબસાઈટ અનુસાર, આ FDનું નામ Ind Super 400 અને Ind Supreme 300 દિવસો છે.

આ FDમાં રોકાણ કરવાની છેલ્લી તારીખ 30 જૂન 2024 છે. તમને જણાવી દઈએ કે, આ એક કૉલેબલ FD છે, એટલે કે આમાં તમે જ્યારે ઈચ્છો ત્યારે પૈસા ઉપાડી શકો છો. આ FDમાં સામાન્ય લોકોને 7.25 ટકા, સિનિયર સિટિઝનને 7.75 ટકા અને સુપર સિનિયર સિટિઝનને 8.00 ટકા વ્યાજ મળે છે.

પંજાબ એન્ડ સિંધ બેંકની સ્પેશિયલ FD

પંજાબ એન્ડ સિંધ બેંકની સ્પેશિયલ એફડી સ્કીમ (Punjab and Sindh Bank Special FD Scheme)માં રોકાણ કરવાની છેલ્લી તારીખ 30 જૂન 2024 છે. આ એફડીની મુદત 222 દિવસ, 333 દિવસ અને 444 દિવસની છે. આ FDમાં મહત્તમ 8.05% વ્યાજ ઉપલબ્ધ છે.

ક્રેડિટ કાર્ડ બિલ પેમેન્ટ

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ ક્રેડિટ કાર્ડ બિલ પેમેન્ટને લઈને નવો નિયમ જારી કર્યો છે. આ નિયમ 1 જુલાઈ, 2024થી લાગુ થશે. નવા નિયમ મુજબ, ક્રેડિટ કાર્ડ બિલ પેમેન્ટની પ્રક્રિયામાં ફેરફાર થશે. આ ફેરફારની સીધી અસર PhonePe, Cred, BillDesk અને Infibeam Avenues જેવા ફિનટેક પ્લેટફોર્મ પર પડશે.

આરબીઆઈએ તમામ બેંકોને આદેશ આપ્યો છે કે 1 જુલાઈ, 2024થી તમામ ક્રેડિટ કાર્ડનું પેમેન્ટ ભારત બિલ પેમેન્ટ સિસ્ટમ (BBPS) દ્વારા કરવામાં આવે.


 

    follow whatsapp