Retail Inflation Data: મોંઘવારીના મોરચે સામાન્ય માણસને મોટી રાહત મળી છે. આ ઉપરાંત સરકારના પ્રયાસો પણ ફળ્યા છે. માર્ચમાં છૂટક ફુગાવો 10 મહિનામાં સૌથી નીચો રહ્યો છે. ખાદ્ય ચીજવસ્તુઓ સસ્તી થવાને કારણે છૂટક મોંઘવારી દરમાં ઘટાડો નોંધાયો છે. આજે નેશનલ સ્ટેટિસ્ટિકલ ઑફિસ (NSO) દ્વારા જારી કરવામાં આવેલા આંકડા અનુસાર, માર્ચમાં દેશનો છૂટક મોંઘવારી દર ઘટીને 4.85 ટકા પર આવી ગયો છે. અગાઉ ફેબ્રુઆરીમાં રિટેલ મોંઘવારી દર 5.09 ટકા હતો.
ADVERTISEMENT
કઠોળના ભાવમાં ઘટાડો
ખાદ્ય ફુગાવાનો દર માર્ચમાં 8.66 ટકાથી ઘટીને 8.52 ટકા થયો છે. આ ઉપરાંત શાકભાજી અને કઠોળના ભાવમાં પણ ઘટાડો થયો છે. ગયા મહિને બૂટ અને ચપ્પલના ભાવમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો. તાજેતરના ડેટા અનુસાર, શહેરી ફુગાવાનો દર માર્ચમાં 4.78 ટકાથી ઘટીને 4.14 ટકા થયો છે. જો કે આ સમયગાળા દરમિયાન ગ્રામીણ ફુગાવામાં વધારો નોંધવામાં આવ્યો છે. ગ્રામીણ ફુગાવો ફેબ્રુઆરીમાં 5.34 ટકાથી વધીને માર્ચમાં 5.45 ટકા થયો હતો. શાકભાજીનો મોંઘવારી દર માર્ચ મહિનામાં વધીને 28.34 ટકા થયો છે, જે ફેબ્રુઆરી મહિનામાં 30.25 ટકા હતો. આ સિવાય કઠોળનો મોંઘવારી દર 18.90 ટકાથી ઘટીને 17.1 ટકા થયો છે.
Crime News: પતિને પત્ની પર પરપુરુષ સાથે આડાસંબંધની થઈ શંકા, તિક્ષ્ણ હથિયારથી હાથ જ કાપી નાખ્યા
રિટેલ ફુગાવાનો દર RBI ની તરફેણમાં
ભારતીય રિઝર્વ બેંક કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ (CPI) આધારિત ફુગાવાને નિયંત્રિત કરવા માટે સતત પગલાં લઈ રહી છે. હાલમાં રિટેલ ફુગાવાનો દર RBIના લક્ષ્યાંકની શ્રેણીમાં છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ રિટેલ મોંઘવારી દર 4 ટકા નક્કી કર્યો છે. એટલે કે રિટેલ મોંઘવારી દરને 2 થી 6 ટકાની વચ્ચે રાખવાના પ્રયાસો કરવામાં આવશે.
ADVERTISEMENT