LPG Cylinder Price Reduced Today: ચૂંટણીના માહોલ વચ્ચે સામાન્ય જનતાને થોડી રાહત મળી છે, મે મહિના પહેલા જ દિવસે ગેસ સિલેન્ડરની કિંમતમાં ઘટાડો કરવામાં આવ્યો છે. સામાન્ય લોકોને રાહત આપવાની સાથે 1 મે 2024ના રોજ ગેસ સિલિન્ડરની કિંમતમાં ઘટાડો કરવામાં આવ્યો છે. ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ કોમર્શિયલ LPG ગેસ સિલિન્ડરના દરમાં ઘટાડો કર્યો છે. હવે કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડર 19 રૂપિયા પ્રતિ યુનિટના ઘટાડા સાથે વેચવામાં આવશે.
ADVERTISEMENT
ગયા મહિને 30.50 રૂપિયાનો થયો હતો ઘટાડો
ઓઈલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા દર મહિનાની શરૂઆતમાં સિલિન્ડરના ભાવમાં સુધારો કરવામાં આવે છે. ગયા મહિને કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતમાં 30.50 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. જ્યારે આ મહિનામાં એટલે કે મે મહિનામાં કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતમાં 19 રૂપિયા પ્રતિ યુનિટનો ઘટાડો કરવામાં આવ્યો છે.
શું છે નવા ભાવ?
સૂત્રોના જણાવ્યા અનુસાર, દિલ્હીમાં 19 કિલોના કોમર્શિયલ LPG ગેસ સિલિન્ડરની કિંમત હવે 1745.50 રૂપિયા થઈ ગઈ છે. ગયા મહિને આ સિલિન્ડરની કિંમત 1764.50 રૂપિયા હતી. મુંબઈમાં 19 કિલોના સિલિન્ડરની કિંમત હવે 1717.50 રૂપિયાને બદલે 1698.50 રૂપિયા થઈ ગઈ છે. કોલકાતામાં સિલિન્ડરનો ભાવ 1879 રૂપિયાને બદલે 1859 રૂપિયા થઈ ગયો છે. ચેન્નાઈમાં 19 કિલોના સિલિન્ડરની કિંમત 1930 રૂપિયાના બદલે 1911 રૂપિયા થઈ ગઈ છે.
દર મહિને બદલાય છે ભાવ
તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે, ઓઈલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા કોમર્શિયલ અને ડોમેસ્ટિક સિલિન્ડરની કિંમતો દર મહિનાની શરૂઆતમાં સુધારો કરવામાં આવે છે અને પછી મહિનાના પહેલા દિવસે નવી કિંમત જાહેર કરવામાં આવે છે.
ઘણા ફેરફારના હોઈ શકે છે કારણો
આ સમયગાળા દરમિયાન સિલિન્ડરના ભાવમાં વધારો અથવા ઘટાડો થાય છે. જ્યારે કેટલીકવાર કિંમત સમાન રહે છે. કિંમતોમાં ફેરફારના ઘણા કારણો હોઈ શકે છે. જેમ કે આંતરરાષ્ટ્રીય તેલના ભાવમાં ફેરફાર, માંગ-પુરવઠાની ગતિશીલતા, કરવેરા નીતિઓમાં ફેરફાર વગેરે. આ સિવાય રાજ્યો દ્વારા લાદવામાં આવેલા વિવિધ ટેક્સના કારણે સિલિન્ડરના ભાવ દરેક જગ્યાએ બદલાઈ શકે છે.
ADVERTISEMENT