Anil Ambani ની કંપનીનું કમબેક! 99 ટકા ગગડ્યા પછી આવી તોફાની તેજી, આ છે મોટું કારણ

એશિયાના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીના (Mukesh Ambani) ભાઈ અનિલ અંબાણીના (Anil Ambani) દિવસો કદાચ બદલાવા લાગ્યા છે. તેણે હાલમાં જ તેની એક કંપનીની લોન પણ ચૂકવી દીધી છે.

Anil Ambani Reliance Power Share

Reliance Power માં લાગી અપર સર્કિટ

follow google news

Anil Ambani Reliance Power Share: એશિયાના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીના (Mukesh Ambani) ભાઈ અનિલ અંબાણીના (Anil Ambani) દિવસો કદાચ બદલાવા લાગ્યા છે. તેણે હાલમાં જ તેની એક કંપનીની લોન પણ ચૂકવી દીધી છે. તો આ સમાચારની અસર તેની અન્ય કંપનીઓના શેર પર પણ જોવા મળી રહી છે. તેમના 99 ટકા તૂટેલા શેર રિલાયન્સ પાવર સ્ટોકમાં તોફાની તેજી જોવા મળી છે અને નવા નાણાકીય વર્ષની શરૂઆતથી સતત અપર સર્કિટ લાગી રહી છે. તો રિલાયન્સ ઈન્ફ્રા શેરના ભાવ પણ વધી રહ્યા છે.

અનિલ અંબાણીની કંપનીનું કમબેક!

એક સમયના વિશ્વના સૌથી મોટા અબજોપતિઓની યાદીમાં સામેલ અનિલ અંબાણી દેવાના ભરડામાં એટલા ફસાયા હતા કે તેઓની ખરાબ હાલત થઈ ગઈ. પરંતુ હવે તેમનું ફરી પુનરાગમન થઈ રહ્યું હોય તેવું લાગે છે અને તેનો અંદાજ તેની કંપનીઓ (Anil Ambani Companies) ના શેરમાં ચાલી રહેલી વૃદ્ધિ પરથી લગાવી શકાય છે. તેની પાછળનું કારણ એ છે કે અનિલ અંબાણી હવે કંપનીઓની લોન ચૂકવવા પર વધુ ધ્યાન આપી રહ્યા છે અને તેમની રણનીતિની અસર શેર પર પણ દેખાઈ રહી છે. અહેવાલો અનુસાર, તાજેતરમાં તેણે રિલાયન્સ પાવર અને રિલાયન્સ ઈન્ફ્રાના દેવાની ચૂકવણી કરી દીધી છે.

આ પણ વાંચો:- પોલીસ ભરતીની પરીક્ષાની તારીખને લઈ હસમુખ પટેલની જાહેરાત, જુઓ કેવો રહેશે કાર્યક્રમ!

Reliance Power માં લાગી અપર સર્કિટ

રિલાયન્સ પાવર શેરની વાત કરીએ તો તેની કિંમત 1 રૂપિયાથી વધીને હવે 33 રૂપિયાને પાર થઈ ગયો છે. ગુરુવારે શેરબજારમાં કારોબારના અંતે આ શેર 4.87 ટકાની અપર સર્કિટ સાથે રૂ. 33.35 પર બંધ રહ્યો હતો. 1 એપ્રિલ, 2024 થી, આ સ્ટોક સતત અપર સર્કિટનો અનુભવ કરી રહ્યો છે. છેલ્લા પાંચ દિવસમાં જ રિલાયન્સ પાવર શેર રિટર્ન લગભગ 18 ટકા નોંધાયું છે.

99% ઘટ્યા પછી, શેરમાં તોફાની તેજી

અનિલ અંબાણીની આ કંપનીના શેર તેના સર્વકાલીન ઉચ્ચ સ્તરેથી 99 ટકા તૂટ્યા હતા. 16 મે, 2008ના રોજ, રિલાયન્સ પાવરના શેરની કિંમત શેર દીઠ રૂ. 260.78 હતી, જ્યાંથી તે ઝડપથી ઘટીને માર્ચ 2020માં રૂ. 1ના ભાવે પહોંચી ગયો. જોકે ત્યારપછી કંપનીના શેરમાં રિકવરી જોવા મળી છે અને અહીંથી તેના શેરમાં 2500 ટકાથી વધુનો વધારો થયો છે. કંપનીની માર્કેટ કેપિટલ પણ વધીને 13420 કરોડ રૂપિયા થઈ ગઈ છે.

(નોંધ- શેરબજારમાં કોઈપણ રોકાણ કરતા પહેલા તમારા બજાર નિષ્ણાતોની સલાહ ચોક્કસ લો)
 

    follow whatsapp