5 દિવસમાં 26,0000 કરોડની કમાણી, મુકેશ અંબાણીના Reliance એ રોકાણ કારોને મોજ કરાવી દીધી

Mukesh Ambani News: એશિયાના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીની આગેવાની હેઠળની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે તેના શેરધારકો માટે મોટી કમાણી કરી છે. ગયા અઠવાડિયે, સોમવારથી શુક્રવાર સુધીના…

gujarattak
follow google news

Mukesh Ambani News: એશિયાના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીની આગેવાની હેઠળની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે તેના શેરધારકો માટે મોટી કમાણી કરી છે. ગયા અઠવાડિયે, સોમવારથી શુક્રવાર સુધીના શેરબજારમાં ટ્રેડિંગના 5 દિવસમાં, રિલાયન્સના રોકાણકારોએ રૂ. 26,000 કરોડથી વધુની સંપત્તિ બનાવી છે.

ટોચની 10 કંપનીઓમાંથી 4ની માર્કેટ વેલ્યુ વધી

દેશની ટોપ-10 કંપનીઓમાંથી છ કંપનીઓના બજાર મૂલ્યમાં ઘટાડો જોવા મળ્યો છે, જ્યારે ચાર કંપનીઓએ તેમના માર્કેટ કેપમાં જંગી રકમ ઉમેરી છે. આ મામલે મુકેશ અંબાણીની દેશની સૌથી મૂલ્યવાન કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL) સૌથી આગળ રહી. આ પછી HDFC બેંક, ICICI બેંક અને ભારતી એરટેલ કમાણી કરતી કંપનીઓની યાદીમાં સામેલ કરવામાં આવી.

રિલાયન્સના રોકાણકારોને મજા પડી

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનું માર્કેટ કેપિટલાઇઝેશન (રિલાયન્સ MCap) ગયા સપ્તાહે વધીને રૂ. 16,19,907.39 કરોડ થયું હતું. જો અગાઉના સપ્તાહની સરખામણી કરીએ તો તેમાં રૂ. 26,014.36 કરોડનો વધારો થયો હતો. બીજા સ્થાને HDFC બેન્કનું માર્કેટ કેપ (HDFC MCap) રૂ. 20,490.9 કરોડ વધીને રૂ. 11,62,706.71 કરોડ થયું છે. આ સમયગાળા દરમિયાન ભારતી એરટેલના રોકાણકારોએ રૂ. 14,135.21 કરોડની કમાણી કરી હતી અને કંપનીનું માર્કેટ કેપ (ભારતી એરટેલ MCap) વધીને રૂ. 5,46,720.84 કરોડ થયું હતું. આ સિવાય ICICI બેન્કનું માર્કેટ કેપ રૂ. 5,030.88 કરોડ વધીને રૂ. 6,51,285.29 કરોડ પર પહોંચી ગયું છે.

ટાટા કંપનીને મોટું નુકસાન

ગયા અઠવાડિયે, દેશની સૌથી મોટી કંપની ટાટા ગ્રૂપની ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ એ કંપનીઓની યાદીમાં હતી જેણે તેમના રોકાણકારોનું રોકાણ ઘટાડ્યું છે. તેનું માર્કેટ કેપિટલાઇઝેશન (TCS માર્કેટ કેપ) રૂ. 16,484.03 કરોડ ઘટીને રૂ. 12,65,153.60 કરોડ થયું હતું. જ્યારે બજાજ ફાઇનાન્સનું માર્કેટ કેપ રૂ. 12,202.87 કરોડ ઘટીને રૂ. 4,33,966.53 કરોડ, હિન્દુસ્તાન યુનિલિવર (HUL)નું માર્કેટકેપ રૂ. 3,406.91 કરોડ ઘટીને રૂ. 5,90,910.45 કરોડ અને સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા (SBI)નું માર્કેટ કેપ રૂ. 2,543.51 કરોડ ઘટીને રૂ. 500,046.01 કરોડ પર આવી ગયું છે.

આ સિવાય ITCનું માર્કેટકેપ રૂ. 1,808.36 કરોડ ઘટીને રૂ. 5,46,000.07 કરોડ અને ઇન્ફોસિસનું માર્કેટ કેપ રૂ. 290.53 કરોડ ઘટીને રૂ. 5,96,391.22 કરોડ થયું હતું.

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ નંબર-1 પર છે

બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) ના 30 શેરોવાળા સૂચકાંક સેન્સેક્સે ગયા સપ્તાહે 175.31 પોઈન્ટ અથવા 0.26 ટકાનો વધારો નોંધાવ્યો હતો. માર્કેટ કેપિટલાઇઝેશનની દ્રષ્ટિએ, આ વખતે પણ મુકેશ અંબાણીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ટોપ-10 કંપનીઓની યાદીમાં પ્રથમ સ્થાને રહી. આ પછી, બજાર મૂલ્યના સંદર્ભમાં, ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ (TCS), ઇન્ફોસિસ, હિન્દુસ્તાન યુનિલિવર, ITC, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) અને બજાજ ફાઇનાન્સને સ્થાન આપવામાં આવ્યું હતું.

(નોંધ- શેરબજારમાં કોઈપણ રોકાણ કરતા પહેલા, તમારા બજાર નિષ્ણાતોની સલાહ ચોક્કસ લો.)

    follow whatsapp