દિલ્હીઃ નવેમ્બર મહિનામાં રિટેલ વેચાણના આંકડા ધાર્યા કરતાં વધુ ઘટ્યા બાદ ગુરુવારે યુએસ શેર માર્કેટમાં ભારે ઘટાડો નોંધાયો હતો. જેના કારણે અમેરિકામાં મંદીનો ભય વધુ ઘેરો બન્યો છે. કારણ કે ફેડરલ રિઝર્વના વ્યાજદરમાં સતત વધારાને કારણે અર્થવ્યવસ્થા મંદી તરફ આગળ વધી રહી છે. ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રીયલ એવરેજ માટે સપ્ટેમ્બર પછીનો ગુરુવાર સૌથી ખરાબ દિવસ સાબિત થયો.
ADVERTISEMENT
યુએસ માર્કેટમાં જોરદાર કડાકો
ડાઉ જોન્સ 764.13 પોઈન્ટ એટલે કે 2.25% ગગડીને 33,202.22ના સ્તર પર આવી ગયો છે. S&P 500 2.49 ટકા ઘટીને 3,895.75 પર પહોંચ્યો, જેનાથી ડિસેમ્બરમાં આમાં લગભગ 4.5 ટકા સુધીનો ઘટાડો નોંધાયો. નાસ્ડેક કમ્પોઝિટ 3.23 ટકા ઘટીને 10,810.53 પર છે.
એપલ-માઈક્રોસોફ્ટના શેર તૂટ્યા
S&P 500ના ટ્રેડિંગમાં માત્ર 14 શેર જ પોઝિટિવ જોવા મળ્યા છે. એપલના શેરની સાથે મેગા-કેપ ટેક શેરોમાં ઘટાડો થયો હતો. Apple Alphabetના શેર 4 ટકા તૂટ્યા હતા. તે જ સમયે એમેઝોન અને માઇક્રોસોફ્ટના શેરમાં 3 ટકા સુધીનો ઘટાડો થયો હતો. ડિજીડેના અહેવાલ પછી નેટફ્લિક્સનો શેર 8.6 ટકા સુધી ઘટ્યો હતો. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે Netflix દર્શકોની સંખ્યામાં ઘટાડો થયા પછી જાહેરાતકર્તાઓને પૈસા પાછા આપવાની ઓફર કરી રહી છે.
બ્રિટન મંદીમાં ફસાયું…
બ્રિટન પહેલાથી જ આર્થિક મંદીની ઝપેટમાં છે. ત્યાં જ મોંઘવારી વધતા લોકોની મુશ્કેલીઓ વધી છે. વડાપ્રધાન ઋષિ સુનકની સરકારે મંદીમાંથી બહાર આવવા માટે વ્યાજદરમાં વધારો કર્યો છે. અમેરિકન માર્કેટમાં આવેલા ઘટાડાની અસર આજે ભારતીય બજારમાં પણ જોવા મળી શકે છે.
ભારતમાં શું થશે અસર?
સેન્સેક્સ અને નિફ્ટી બંને ઇન્ડેક્સ તીવ્ર ઘટાડા સાથે બંધ થયા છે. સેન્સેક્સ 879 પોઈન્ટના મોટા ઘટાડા સાથે 61,799 પર બંધ થયો હતો, જ્યારે નિફ્ટી 245 પોઈન્ટ ઘટીને 18,415 પર પહોંચ્યો હતો. અમેરિકી વ્યાજદરમાં વધારાની સીધી અસર ભારત પર પણ પડે છે. ફેડ રિઝર્વ દ્વારા વ્યાજદર વધાર્યા બાદ ભારતીય શેરબજારમાં વિદેશી રોકાણકારોનું રોકાણ ઘટી શકે છે.
આનાથી સ્થાનિક બજારોમાંથી વિદેશી રોકાણકારોનો ઉપાડ વધશે. ફરી એકવાર FIIની ભારતમાંથી એક્ઝિટ શરૂ થઈ શકે છે અને માર્કેટ ગગડવાનું ચાલુ રહી શકે છે. તાજેતરમાં ભારતીય રિઝર્વ બેંકે પણ તેના રેપો રેટમાં 0.35 ટકાનો વધારો કર્યો છે.
ADVERTISEMENT