દિલ્હીઃ છેલ્લા કેટલાક વર્ષોમાં લોનની ઉઘરાણી માટે રિકવરી એજન્ટ્સ લોકોને હેરાન કરતા હોવાની ઘટના સામાન્ય છે. એટલું જ નહીં આ દરમિયાન તેઓ અભદ્ર ભાષાનો પ્રયોગ કરતા હતા. વળી આવી રીતે હેરાન થતા ગ્રાહકોને માનસિક રૂપે સતત દબાણ કરતા એજન્ટો સામે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ લાલ આંખ કરી દીધી છે. RBIના ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું કે એજન્ટો લોકો સાથે રૂપિયાની ઉઘરાણી કરતા સમયે ખરાબ વ્યવહાર કરે છે, જે અમે ક્યારેય સ્વીકાર કરી શકીશું નહીં.
ADVERTISEMENT
રિકવરી એજન્ટ સામે રિઝર્વ બેન્કની લાલ આંખ
રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ નોટિફિકેશન બહાર પાડી કહ્યું છે કે રિકવરી એજન્ટોનો આવો વ્યવહાર ક્યારેય અમે સહન ન કરી શકીએ. રેગ્યુલેટરે આ વાત સુનિશ્ચિત કરવાની રહેશે કે તેમના એજન્ટ ઉધારની રકમ વસૂલતા સમયે કોઈને ડરાવી કે ધમકાવી ન શકે. કોઈપણ લોકો સાથે ગાળો અને હાથાપાઈની ઘટના અમે સ્વીકારી ન શકીએ.
જાણો બેંકોએ શું સુનિશ્ચિત કરવાનું રહેશે
- કેન્દ્રિય બેંકે કહ્યું કે લોન વસૂલી માટે એજન્ટો પરિવારના સભ્યો કે મિત્રોને ધમકાવી શકશે નહીં.
- રિકવરી એજન્ટ્સ પરિવારના સભ્યોની પ્રાઈવસીમાં હસ્તક્ષેપ નહીં કરી શકે.
- રિકવરી એજન્ટ્સ વિરૂદ્ધ કડક કાર્યવાહી કરી શકીશું.
જો કોઈ એજન્ટ્સ દુર્વ્યવહાર કરે તો શું કરવું…
આ દરમિયાન પહેલા બેન્ક પાસેથી લોન લીધી હોય તેને ફરિયાદ કરવી જોઈએ. જો 30 દિવસમાં કોઈ ઉકેલ ન આવે તો બેન્કિંગ ઓબડ્સમેનને આની ફરિયાદ કરી શકો છો.
ADVERTISEMENT